Homeગુજરાતરાજ્યના અનેક વિસ્તામાં મેઘાની જમાવટ; આગામી પાંચ દિવસ ભારેથી અતિ ભારે વરસાદની...

રાજ્યના અનેક વિસ્તામાં મેઘાની જમાવટ; આગામી પાંચ દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી

રાજ્યમાં ચોમાસાની ધીમી શરૂઆત બાદ હવે મેઘાએ જમાવટ કરી છે. મધ્ય ગુજરાત પર સાયક્લોનિક સર્કયુલેશન સિસ્ટમ સક્રિય થતાં રાજ્યમાં જુદા જુદા જિલ્લાઓ અને શહેરોમાં વરસાદ વરસી રહ્યો છે. તેમજ આગામી પાંચ દિવસ રાજ્યના અનેક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી મુજબ 27 જૂન અને ગુરુવારે નવસારી, વલસાડ, બનાસકાંઠા, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ, દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદ વરસી શકે છે.

28 થી 30 જૂન સુધીમાં સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદ પડવાની સંભાવના છે. આ દરમિયાન ભારે પવન ફૂંકાવાની પણ શક્યતા છે. ખાસ કરીને દરિયાકાંઠા વિસ્તારમાં 35 થી 45 કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. જેને લઈને માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.

પહેલી જુલાઈની વાત કરીએ તો પહેલી જૂલાઈના રોજ ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત સહિતનાં વિવિધ જિલ્લાઓમાં સારા વરસાદની શક્યતા છે.

બુધવારે યાત્રાધામ અંબાજીમાં ભારે વરસાદને લઈને ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા.અંબાજીના રસ્તાઓ પર નદીની માફક પાણી વહેતા જોવા મળ્યા હતા. કેટલીક દુકાનોમાં વરસાદી પાણી ઘૂસી જતાં વેપારીઓ પરેશાનીમાં મૂકાયા હતા. આ ઉપરાંત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા.

RELATED ARTICLES

Most Popular