Homeગુજરાતબસમાં થતી સોનાની હેરાફેરીનો પર્દાફાશ; રાજકોટના 53 વર્ષીય પુરુષની ધરપકડ

બસમાં થતી સોનાની હેરાફેરીનો પર્દાફાશ; રાજકોટના 53 વર્ષીય પુરુષની ધરપકડ

સૌરાષ્ટ્રના મુખ્ય દ્વાર ગણાતા ચોટીલા હાઈવે પરથી અવારનવાર ગેરકાયદે પ્રવૃત્તિઓના બનાવો સામે આવતા રહે છે.ત્યારે હવે ચોટીલા હાઈવે પરથી સોનાની હેરાફેરીનો પર્દાફાશ થયો છે. બસમાં સામાન્ય મુસાફર બનીને કરવામાં આવી રહેલી સોનાની હેરફેરનો ચોટીલા પોલીસે પર્દાફાશ કર્યો છે. 53 વર્ષીય એક પુરુષની ધરપકડ કરીને ચોટીલા પોલીસ સ્ટેશનના પીઆઈ આઈ.બી. વલવી અને તેમની ટીમે 2 કરોડ 75 લાખથી વધુની કિંમતનું સોનું જપ્ત કર્યું છે.

ચોટીલા પોલીસ સ્ટેશનની ટીમ હાઈવે પર ચેકિંગમાં હતી એ દરમિયાન એક બસમાં ચેકિંગ કરવામાં આવ્યું. દરમિયાન રાજકોટમાં રહેતા 53 વર્ષીય સંજયભાઈ મદાણી કાળા રંગનો થેલો લઈને મુંબઈથી રાજકોટ આવી રહ્યા હતા. એમના થેલામાં શું છે એ બાબતે પૂછપરછ કરતાં તેઓ કોઈ સંતોષકારક જવાબ પોલીસને આપી શક્યા નહીં. જેને લઈને શંકા જતાં તેમને પોલીસ સ્ટેશન પર લાવીને પૂછપરછ કરવામાં આવી અને તપાસ કરવામાં આવતાં તેમના થેલામાંથી 4 કિલો 121 ગ્રામ જેટલું સોનું મળી આવ્યું. જેની કિંમત 2 કરોડ 75 લાખ જેટલી થઈ રહી છે. મળી આવેલા સોનાના આધાર પુરાવા પણ સંજયભાઈ રજૂ કરી શક્યા ન હોય પોલીસે મુદ્દામાલ જપ્ત કરીને તેઓ ક્યાંથી સોનું લાવ્યા અને ક્યાં લઈ જઈ રહ્યા હતા તે અંગે તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular