Homeગુજરાતસુરતમાં ઓડી કારના ચાલકે સર્જ્યો અકસ્માત ; ચાર વ્યક્તિઓને ઈજા

સુરતમાં ઓડી કારના ચાલકે સર્જ્યો અકસ્માત ; ચાર વ્યક્તિઓને ઈજા

સુરતમાં ઓડી કારના ચાલકે અકસ્માત સર્જીને 10 જેટલા વાહનોને અડફેટે લીધા. સુરતના વેસુ વિસ્તારમાં  એક શખ્સ ઓડી કાર લઈને જઈ રહ્યો હતો. આ દરમિયાન તેમણે 10 જેટલા વાહનચાલકોનો ટક્કર મારતાં 4 લોકોને ઈજા પહોંચી છે. જેમને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા હતા.

વેસુ વિસ્તારમાં જીડી ગોયેન્કા સ્કૂલ પાસે આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જ્યા બાદ લોકોના રોષથી બચવા માટે ઓડીના ચાલકે વધુ ઝડપથી કાર હંકારી હતી. જો કે આગળ જતાં કારમાં પંક્ચર પડી જતાં કાર ઊભી રાખવી પડી હતી. કાર ઊભી રહી જતાં આસપાસના લોકોએ કારચાલકને કારમાંથી બહાર કાઢ્યો હતો. દરમિયાન પોલીસની પીસીઆર વાન પણ ઘટનાસ્થળે આવી પહોંચી હતી. તપાસ કરવામાં આવતા કારચાલક નશાની હાલતમાં હતો. જેને પોલીસ મથકે લઈ જવાયો હતો. કાર ચાલકનું નામ રિંકેશ ભાટીયા છે. જેની સામે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી છે.

RELATED ARTICLES

Most Popular