જય કાના કાળા, પ્રભુ જય કાના કાળા
મીઠી મોરલી વાળા, મીઠી મોરલી વાળા
ગોપીના પ્યારા… પ્રભુ જય કાના કાળા
કામણગારા કાન, કામણ બહુ કીધાં
પ્રભુ, કામણ બહુ કીધાં
માખણ ચોરી મોહન,માખણ ચોરી મોહન,
ચિત્ત ચોરી લીધા, પ્રભુ જય કાના કાળા….
નંદ યશોદા ઘેર વૈકુંઠ ઉતારી
વાલા, વૈકુંઠ ઉતારી
કાલીય મર્દન કીધાં, કાલીય મર્દન કીધાં,
ગાયોને ચારી, પ્રભુ જય કાના કાળા…..
ગોવર્ધન પ્રભુ તોળ્યો, ટચલી આંગળીયે
પ્રભુ ટચલી આંગળીયે
ઈન્દ્રનો ગર્વ ઉતાર્યો, ઈન્દ્રનો ગર્વ ઉતાર્યો
જય જય ગિરધારી,પ્રભુ જય કાના કાળા….
ગુણ તણો તુજ પાર, કેમે નહિ આવે
પ્રભુ કેમે નહિ આવે,
નેતિ વેદ પોકારે, નેતિ વેદ પોકારે
પુનિત ગુણ ગાવે, પ્રભુ જય કાના કાળા….
જય કાના કાળા, પ્રભુ નટવર નંદલાલા
મીઠી મોરલી વાળા, મીઠી મોરલી વાળા
ગોપીના પ્યારા, પ્રભુ જય કાના કાળા…