Homeગુજરાતજાણીતા લોકગાયક અને ભાજપના કાર્યકર વિજય સુવાળાની ધરપકડ

જાણીતા લોકગાયક અને ભાજપના કાર્યકર વિજય સુવાળાની ધરપકડ

Vijay Suvada:
ગુજરાતના જાણીતા લોકગાયક અને ભાજપના કાર્યકર વિજય સુવાળાની ધરપકડ થતાં ચકચાર મચી છે. અમદાવાદની ઓઢવ પોલીસ દ્વારા વિજય સુવાળાની ધરપકડ કરવામાં આવી છે. વિજય સુવાળા સહિત 4 લોકોની ધરપકડ કરાઈ છે.દિનેશ દેસાઈ નામના ભાજપના નેતાએ જ ઓઢવ પોલીસ સ્ટેશનમાં વિજય સુવાળા, તેમના ભાઈ યુવરાજ સુવાળા સહિત 30થી વધુ લોકો ફરિયાદ નોંધાવી છે.જેને લઈને આ ધરપકડ કરવામાં આવી છે.

શું હતી ઘટના?
ઓઢવ વિસ્તારમાં રહેતા અને જમીનની લે-વેચનો ધંધો કરતા ભાજપના નેતા દિનેશ દેસાઈએ વિજય સુવાળા, તેમના ભાઈ યુવરાજ સુવાળા, સુરેશ દેસાઈ, મહેશ દેસાઈ, રેન્ચુ શેઠ, વિક્કી, રાજુ રબારી, દિલીપ ઠાકોર, જયેશ દેસાઈ, ભાથીભા અને જિગર ભરવાડ સહિત 30થી વધુ લોકો સામે ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. દિનેશ દેસાઈનું કહેવું છે કે 18 ઓગસ્ટની રાત્રે 11.30 વાગ્યા આસપાસ 30 જેટલી કાર, રિક્ષા અને 10 જેટલી બાઈક સાથે 30થી વધુ લોકોનું ટોળું લાકડી, ધારિયા અને તલવાર જેવા હથિયારો લઈને તેમની ઓફિસે આવ્યા હતા. આરોપીઓ દારૂના નશામાં હતા અને ઓફિસ તોડવાનો પ્રયાસ કર્યો હતો.જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો પણ તેમનો આક્ષેપ છે. આ સમગ્ર ઘટનાના એક CCTV ફૂટેજ પણ સામે આવ્યા હતા. જેમાં કારમાંથી ઉતરતા કેટલાક લોકો જોવા મળ્યા હતા.

વિજય સુવાળાએ શું કહ્યું?
બીજી તરફ વિજય સુવાળાએ દિને્શ દેસાઈના તમામ આરોપો ફગાવ્યા છે. વિજય સુવાળાએ કહ્યું કે, ઓઢવ પોલીસ સ્ટેશનમાં મારી સામે ખોટી ફરિયાદ કરવામાં આવેલી છે. દિનેશ દેસાઈ નામનો વ્યક્તિ સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે ત્રણ-ચાર વર્ષથી મારી પાછળ પડી ગયો હતો મને હેરાન કરતો હતો. તે મારી પાસે પૈસાની ઉઘરાણી પણ કરતો હતો અને કહેતો હતો કે મારી પહોંચ ઉપર સુધી છે.હું ગમે તે કરીશ, ગમે તેમ કરીને તને ફસાવી દઈશ.આ બધું કરવા પાછળનું કારણ એ છે કે તે સમાજની દીકરીઓને તે અવારનવાર હેરાન કરતો હતો.જે અંગે પાંચ થી છ ફરિયાદો અમારી પાસે આવી હતી. તેથી અમે સામાજિક કાર્યકરો તેને સમજાવવા માટે મોકલ્યા હતા.

વિજય સુવાળાએ જણાવ્યું કે, તેણે કાર્યકરોને સીધી ધમકી આપી હતી કે આ પ્રકારે મારા ઘરે આવશો નહીં અને આ બાબતે મને કંઈ પૂછવું નહીં. સત્તાનો દુરૂપયોગ કરીને તેણે ફરિયાદ દાખલ કરાવી છે. જે દિવસની ઘટનાને લઈને ફરિયાદ કરવામાં આવી છે એ દિવસે હું ત્યાં હાજર જ નહોતો. છતાં મારી સામે ખોટી ફરિયાદ કરવામાં આવી છે.’

ઉલ્લેખનીય છે કે, પહેલાં દિનેશ દેસાઈ અને વિજય સુવાળા ખાસ મિત્રો હતા, પરંતુ વર્ષ 2020માં બંને વચ્ચે કોઇ કારણોસર મન દુઃખ થયું હતું,જે બાદ સંબંધ બગડ્યા હતા.વર્ષ 2020માં બંને વચ્ચે ક્યા કારણોસર બબાલ થઇ હતી,તે અંગે પણ ઓઢવ પોલીસે તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

Most Popular