Homeગુજરાતતરણેતરના મેળાની મજા માણવા તૈયાર થઈ જાવ; નિયમોના પાલન સાથે યોજાશે મેળો

તરણેતરના મેળાની મજા માણવા તૈયાર થઈ જાવ; નિયમોના પાલન સાથે યોજાશે મેળો

સુરેન્દ્રનગરના પ્રસિદ્ધ તરણેતરના મેળાના આયોજન અંગે ચાલતી અટકળોનો અંત આવ્યો છે. સુરેન્દ્રનગરમાં દર વર્ષે યોજાતો પ્રસિદ્ધ તરણેતરનો મેળો આ વખતે પણ યોજાશે. ગ્રામ પંચાયત દ્વારા આ વર્ષે મેળો ન યોજવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. પરંતુ પંચાયતના નિર્ણય બાદ આ મેળાના આયોજન અંગે મહત્વની બેઠક યોજવામાં આવી. કલેક્ટર, જિલ્લા પોલીસ વડા, ધારાસભ્યો, સાંસદ સહિતના નેતાઓ, ગામના સરપંચ અને અન્ય સભ્યો આ બેઠકમાં હાજર રહ્યા. બેઠકના અંતે મેળો યોજવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. મેળા અંગે બહાર પાડવામાં આવેલા દિશા નિર્દેશોના ચુસ્ત પાલન સાથે મેળો યોજવામાં આવશે.

આ પણ વાંચો – કોર્પોરેટરની ઓફિસ બહાર ફાયરિંગથી ખળભળાટ

મહત્વનું છે કે ભારે વરસાદને લઈને રાજકોટમાં સાતમ-આઠમના મેળા પર પાણી ફરી વળ્યા હતા. મેળાની જગ્યાએ સ્ટોલ્સ ઊભા કરવામાં આવ્યા હતા અને રાજ્યના કૃષિ મંત્રી દ્વારા મેળો ખુલ્લો પણ મૂકવામાં આવ્યો હતો. પરંતુ ભારે વરસાદ પડતાં લોકો મેળાની મજા માણી શક્યા નહોતા. ત્યારે ઉત્સવ પ્રેમી જનતા તરણેતરના મેળાની રાહ જોઈ રહી હતી. પરંતુ વરસાદ બાદ સર્જાયેલી સ્થિતિ તેમજ લોકમેળા માટે સરકારે બનાવેલી એસઓપી અને કડક નિયમોને લઈને મેળો ન યોજવાનો તરણેતર ગ્રામ પંચાયતે ઠરાવ કર્યો હતો.

ગ્રામ પંચાયત દ્વારા તરણેતરનો મેળો ન યોજવાનો નિર્ણય કરાતા ઉત્સવપ્રેમી લોકો નિરાશ થઈ ગયા હતા. પરંતુ હવે મેળો યોજવાનું નક્કી કરાતાં લોકોમાં ખુશી જોવા મળી રહી છે. મેળાની સુરક્ષા વ્યવસ્થાને લઈને પોલીસ પણ સજ્જ થઈ ગઈ છે. 6 સપ્ટેમ્બરથી 9 સપ્ટેમ્બર સુધી આ મેળો યોજવામાં આવશે.

આ બાબતે સરપંચે જણાવ્યું હતું કે, સાંસદ, ધારાસભ્યો, એસપી સહિતનાં અધિકારીઓની હાજરીમાં તરણેતર ખાતે મેળા અંગે ખાત બેઠક યોજવામાં આવી હતી. આગામી દિવસોમાં ભારે વરસાદ પડવાની શક્યતા નથી જણાઈ રહી. તેથી તરણેતરનો મેળો યોજવાનો સર્વ સંમતિથી નિર્ણય કરવામાં આવ્યો છે. જેની કામગીરી આજથી ચાલુ થશે. જે તે સમયે ખૂબ વધારે વરસાદ થયો હતો. પરંતુ હવે આગામી સમયમાં કોઈ વાવાઝોડાની સ્થિતિ ઉભી થવાની નથી. તેથી મેળો સર્વ સંમતિથી યોજવાનું બધાએ નક્કી કરેલ છે.

RELATED ARTICLES

Most Popular