ચોટીલામાં પોલીસની જીપનો અકસ્માત સર્જાયો હતો. રાત્રિના સમયે ચોટીલા અને સાયલા વચ્ચે આ અકસ્માત થયો હતો. મળતી માહિતી પ્રમાણે પોલીસકર્મીઓ રાત્રિના સમયે જીપમાં પાયલોટિંગ માટે નીકળ્યા હતા. એ દરમિયાન રોડ પર પશુ આવી જતાં જીપના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો અને જીપ રોડ પરથી નીચે ઉતરી ગઈ.
આ પણ વાંચો – 69 વર્ષના દાદા 19 લાડુ ખાઈને સ્પર્ધામાં બન્યા વિજેતા
ઘટના અંગે જાણ થતાં ચોટીલા પોલીસ સ્ટેશનથી અન્ય પોલીસકર્મીઓ અકસ્માત સ્થળે આવી પહોંચ્યા હતા અને પોલીસકર્મીઓ તથા આસપાસના લોકોએ જીપમાંથી પોલીસકર્મીઓને બહાર કાઢ્યા. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી. બે પોલીસકર્મીઓને સામાન્ય ઈજા પહોંચતા તેમને સારવાર માટો હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. અકસ્માત બાદ દિવસના સમયે જેસીબી બોલાવીને જીપને બાવળીયાની ઝાડીમાંથી બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી.