Homeમુખ્ય સમાચારઅમેરિકામાં વાવાઝોડાએ મચાવી તબાહી; અનેક ઈમારતો ધરાશાયી; લોકોના હાલ બેહાલ

અમેરિકામાં વાવાઝોડાએ મચાવી તબાહી; અનેક ઈમારતો ધરાશાયી; લોકોના હાલ બેહાલ

અમેરિકામાં બે દિવસ પહેલાં આવેલા વાવાઝોડાને કારણે ભારે તબાહી મચી ગઈ છે. અમેરિકામાં જુદા જુદા 5 રાજ્યોમાં 90થી વધુ તોફાનો આવ્યા હોવાનો અહેવાલ છે. જે પૈકી નેબ્રાસ્કા અને આયોવા રાજ્યોમાં સૌથી વધુ નુકસાન થયું છે.

વાવાઝોડાએ વેરેલા વિનાશના દ્રશ્યો

વાવાઝોડાને કારણે અનેક ઈમારતો અને મકાનો ધરાશાયી થઈ જતા લોકો હાલાકીમાં મૂકાઈ ગયા છે. અનેક શહેરોમાં કટોકટી જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું.  ઘણા રાજ્યોમાં હવામાન વિભાગે બે દિવસ માટે હાઈ એલર્ટ જાહેર કરતા એ રાજ્યોના લોકોની ચિંતા વધી ગઈ હતી. ઓમાહામાં અનેક ઘરોને મોટું નુકસાન થયું હોવાનું પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે. ક્યા રાજ્યમાં કેટલું નુકસાન થયું તેનું મૂલ્યાંકન કરવામાં લગભગ 15 દિવસ જેટલો સમય લાગશે.   

RELATED ARTICLES

Most Popular