Homeગુજરાતઆકરી ગરમીથી રહેજો સાવચેત, હજુ પાંચ દિવસ આકાશમાંથી વરસશે તાપ

આકરી ગરમીથી રહેજો સાવચેત, હજુ પાંચ દિવસ આકાશમાંથી વરસશે તાપ

ગુજરાતમાં પડી રહેલી આકરી ગરમીથી રાહત મળવાના હાલ તો કોઈ એંધાણ નથી. હજુ આગામી પાંચ દિવસ સુધી રાજ્યના અનેક જિલ્લામાં આકરી ગરમી રહેશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા ક્યા કયા જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તેની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં પોરબંદર, જુનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગર અને ભાવનગરમાં આપવામાં. દક્ષિણ ગુજરાતમાં વલસાડ અને સુરતમાં ઓરેન્જ આપવામાં આવ્યું છે. આ સિવાય અમદાવાદ,  આણંદ, ગાંધીનગર અને બનાસકાંઠામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં તમામ લોકોને બપોરના સમયે કામ વગર બહાર ન નીકળવાની અપીલ કરવામાં આવે છે.

આટલા જિલ્લાઓમાં દિવસે તો આકરી ગરમી રહેશે જ ઉપરાંત  અમદાવાદ સહિત ત્રણ જિલ્લામાં રાત્રિ દરમિયાન પણ ગરમીનો અનુભવ થશે. બે દિવસ માટે અમદાવાદ, ભાવનગર અને વડોદરામાં રાત્રિનું તાપમાન પણ વધારે રહેવાનું અનુમાન છે.  

આ શહેરોમાં રાત્રે પણ રહેશે ગરમીનું  પ્રમાણ

ગરમીને કારણે કેટલા ઈમર્જન્સી કોલ મળ્યા?

આકરી ગરમીને કારણે લોકોની તબિયત પણ બગડી રહી છે. ત્યારે 108 ઈમર્જન્સી કોલમાં પણ વધારો થયો છે. સુરતમાં 40, વડોદરામાં 19 અને રાજકોટમાં 18 કોલ્સ 108ના મળ્યા છે. જ્યારે નવસારીમાં 34 અને છોટાઉદેપુરમાં 27 કોલ્સ મળ્યા હતા.

RELATED ARTICLES

Most Popular