બનાસકાંઠામાં ફરી એક વખત અકસ્માત સર્જાયો છે. અંબાજીથી દાંતા હાઈવે વચ્ચે એક ટ્રકનો અકસ્માત સર્જાયો. અંબાજી-દાંતા વચ્ચે આવેલા ધાબાવાળી ગામ પાસેથી જઈ રહલી ટ્રક 70 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી ગઈ.

ઘટના અંગે જાણ થતાં ફાયર વિભાગના જવાનો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી. ટ્રકમાં ફસાયેલા ટ્રક ડ્રાઈવરને બહાર કાઢવામાં આવ્યો હતો. અને સારવાર માટે 108 મારફતે નજીકની હોસ્પિટલ લઈ જવાયો હતો. ટ્રકમાં બીજુ કોઈ બેસેલું ન હોઈ સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાની થઈ નથી.

ટ્રક 70 ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યા બાદ ભારે ટ્રાફિક જામ થઈ ગયો હતો. મળતી માહિતી પ્રમાણે ગાયને બચાવવા જતા આ અક્સ્માત થયો હતો. રોડ પર ગાય ગોય ટ્રક ચાલકે સ્ટિયરિંગ ફેરવતાં ટ્રક ખીણમાં ખાબકી ગઈ. અંબાજી પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને આગળની તપાસ હાથ ધરી હતી.
નોંધનીય છે કે બનાસકાંઠાનો દાંતા તાલુકો પહાડી અને ઢાળ વાળો વિસ્તાર છે. જેને લઈને અનેક વાહનોના અકસ્માત સર્જાય છે. જેમાંથી કેટલાક અકસ્માત વાહનચાલકોની ભૂલને કારણે પણ થતા હોય છે.