Homeગુજરાતઓગસ્ટમાં પણ અતિ ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી

ઓગસ્ટમાં પણ અતિ ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી

ગુજરાત પર વરસાદી સિસ્ટમ સક્રિય થતાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી રહી છે.  સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ પડવાથી અનેક નદીઓ બે કાંઠે વહેવા લાગી છે.  છેલ્લા બે દિવસમાં દેવભૂમિ દ્વારકા અને પોરબંદરમાં ભારે વરસાદને કારણે  દ્વારકામાં જળબંબાકારની સ્થિત સર્જાઈ છે. 24 કલાકમાં 18 ઈંચ વરસાદથી દ્વારકામાં  અનેક સ્થળોએ પાણી ભરાઈ ગયા છે.  ત્યારે રાજ્યમાં હજુ પણ  ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે  24 જુલાઈ સુધીમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.

અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ  બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમને કારણે  ગુજરાતમાં ભારે વરસાદ પડશે.  આગામી 24 જુલાઈ સુધીમાં દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે.  સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડવાની અંબાલાલ  પટેલે આગાહી કરી છે. તેમના  જણાવ્યા પ્રમાણે, સૌરાષ્ટ્રના મોટા ભાગના જિલ્લાઓ અને તાલુકાઓમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે. સાથે સાથે ઉત્તર ગુજરાત, પંચમહાલ, સાબરકાંઠા અને કચ્છના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે.

તેમના જણાવ્યા પ્રમાણે રવિવારે સાંબરકાંઠા, અરવલ્લી, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર અને દીવમાં ભારે વરસાદ પડવાની વકી છે.  માત્ર જુલાઈ મહિનામાં જ નહીં પણ આગામી ઓગસ્ટ મહિનામાં પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની અંબાલાલ પટેલે આગાહી કરી છે.

હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગની વાત કરીએ તો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વલસાડ, પોરબંદર અને દ્વારકા જિલ્લામાં અતિભારે વરસાદ વરસી શકે છે. સુરત, નવસારી, દમણ, દાદરાનગર હવેલી, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ અને દીવમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. જ્યારે બનાસકાંઠા, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડમાં હળવોથી મધ્યમ પ્રકારનો વરસાદ પડી શકે છે.

RELATED ARTICLES

Most Popular