Homeદેશદારૂનો નશો ઉતારવારના નામે સાધુએ કરી નાખી પુરુષની ધોલાઈ; વીડિયો થયો વાયરલ

દારૂનો નશો ઉતારવારના નામે સાધુએ કરી નાખી પુરુષની ધોલાઈ; વીડિયો થયો વાયરલ

સોશિયલ મીડિયાનો જમાનો છે. અને સોશિયલ મીડિયા થકી અનેક એવી ઘટનાઓના વીડિયો સામે આવતા રહે છે જેમાંથી કેટલાક વીડિયો લોકોને પસંદ પડે છે અને જોત જોતામાં વાયરલ થઈ જાય છે . તો કેટલાક વીડિયોને લઈને સવાલો પણ થાય છે. આવો જ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક પુરુષ સાધુના આશ્રમમાં જાય છે અને તેને પગે લાગે છે તો સાધુ તેના વાળ પકડીને તેની ધોલાઈ કરી નાખે છે. સાધુ તેના ગાલ પર તમાચા ઝીંકવા લાગે છે અને પીઠ પર પણ મારવા લાગે છે.

કહેવાય છે કે દારૂ વ્યક્તિ પાસે કંઈ પણ કરાવી શકે છે. આનો અનુભવ પણ ઘણા લોકોને થયો હશે. હંમેશા શાંત રહેવા વાળો વ્યક્તિ પણ દારૂનો નશો કર્યા પછી એવી હરકતો કરે છે કે તેના પર વિશ્વાસ નથી થતો. દારૂ પીવો સ્વાસ્થ્ય માટે હાનિકારક છે એ જાણવા છતાં ઘણા લોકો શોખથી તો ઘણા લોકો આદતને કારણે દારૂ પીવાનું નથી છોડી શકતા. કેટલાક લોકો દારૂની આદત છોડાવવા માટે કોઈ નશામુક્તિ કેન્દ્ર, દવા કે ડોક્ટરનો આશરો લેતા હોય છે. જો કે આ ઘટનામાં વ્યક્તિને દારૂની આદત છોડાવવા માટે સાધુ પાસે લઈ જવામાં આવ્યો. તો સાધુએ તેની ધોલાઈ કરી નાખી.


એવું કહેવામાં આવી રહ્યું છે કે જે વ્યક્તિને દારૂ પીવાની ટેવ હોય તેને આ સાધુ પાસે લઈ જવામાં આવે તો સાધુ તેની કૂટેવ આ સાધુ છોડાવી દે છે. જેને લઈને દારૂ પીવાની ટેવવાળા એક પુરુષને સાધુ પાસે લઈ જવામાં આવ્યો. અને એ સાધુએ એ પુરુષની જોરદાર ધોલાઈ કરી નાખી. થોડા સમય બાદ પુરુષ ઊભો થાય છે અને જતાં પહેલાં સાધુને પગે લાગે છે તો સાધુ ફરી તેને મારવા લાગે છે. વાયરલ થઈ રહેલો આ વીડિયો મહારાષ્ટ્રના બુલઢાણા તાલુકાના ઘાટનાન્દ્રા નજીક આવેલા  ધારેશ્વર આશ્રમનો છે. જેમાં રહેતા શિવા મહારાજ લોકોની દારૂની આદત છોડાવવાની સારવાર કરતા હોવાનું કહેવાય છે. જો કે અહીં સવાલ એ થાય છે કે સારવારના નામે આવી રીતે ધોલાઈ કરવી કેટલી યોગ્ય? આવી રીતે ધોલાઈ કરવાથી શું દારૂડિયાઓની નશો કરવાની આદત છૂટી જશે?. તો તો પછી દરેક દારૂડિયાને પકડી પકડીને આવી રીતે ધોલાઈ કરવી જોઈએ?  દારૂની બદી છોડાવવા માટે લોકો ડોક્ટર, નશામુક્તિ કેન્દ્ર કે દવાનો સહારો લેવાને બદલે આવા ધોલાઈ કરતા સાધુ પાસે જાય છે તેને શ્રદ્ધા કહેવી કે અંધશ્રદ્ધા?

RELATED ARTICLES

Most Popular