Homeગુજરાતચોટીલાઃ ગુરુકુળના વિદ્યાર્થીઓ પાસે રોડ પરથી ઉપડાવાઈ ટાઈલ્સ; સંચાલકો સામે સવાલ

ચોટીલાઃ ગુરુકુળના વિદ્યાર્થીઓ પાસે રોડ પરથી ઉપડાવાઈ ટાઈલ્સ; સંચાલકો સામે સવાલ

ચોટીલા હાઈવે પર આવેલા સ્વામિનારાયણ ગુરુકુળમાં વિદ્યાર્થીઓ પાસે મજૂરી કરાવવામાં આવી રહી છે. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ચોટીલા હાઈવે પર સહયોગ હોટલ પાસે સ્વામિનારાયણ વિદ્યાધામ પરિશ્રમ ગુરુકુળ આવેલું છે. જેમાં મોટી સંખ્યામાં બાળકો અભ્યાસ માટે આવેલા છે. પરંતુ અભ્યાસ માટે આવેલા બાળકો પાસે બહાર રોડ પરથી ટાઈલ્સ ઉઠાવવાની કામગીરી કરાવવામાં આવી રહી છે.

આ પણ વાંચો  – દેવભૂમિ દ્વારકામાં જીવલેણ અકસ્માત; 6થી વધુના મોત

મળતી માહિતી પ્રમાણે રોડ પરથી ટાઈલ્સ ભરીને પસાર થઈ રહેલું ટ્રેક્ટર ગુરુકુળ પાસે પલટી ગયું હતું. જેથી ટ્રેક્ટરમાં ભરેલી ટાઈલ્સ ત્યાં જ ઠલવાઈ પડી અને તૂટી ગઈ. આ ટાઈલ્સ ગુરુકુળના સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓ પાસે લેવડાવવામાં આવી. કેટલાક વિદ્યાર્થીઓ ખભ્ભે મૂકીને તો કેટલાક વિદ્યાર્થીઓ માથે મૂકીને ટાઈલ્સ લઈ જઈ રહ્યા છે. જેના દ્રશ્યો સામે આવતાં વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.

RELATED ARTICLES

Most Popular