Homeગુજરાતપૌરાણિક સ્થળ અને અવશેષોનું જતન કરતા પુરાતત્વ વિભાગની કચેરીની મિલકત જપ્ત કરવાનો...

પૌરાણિક સ્થળ અને અવશેષોનું જતન કરતા પુરાતત્વ વિભાગની કચેરીની મિલકત જપ્ત કરવાનો જ આદેશ

RAJKOT: કચ્છમાં આવેલી પ્રસિદ્ધ સાઈટ ધોળાવીરા માટે ખેડૂતોની જમીનનુ સંપાદન કરવામાં આવ્યું હતું . જો કે જમીન સંપાદનનું ઓછું વળતર મળ્યું હોય અસરગ્રસ્ત ખેડૂતો કોર્ટમાં ગયા હતા. જે બાદ કોર્ટે વધારે વળતર આપવાનો આદેશ કર્યો હતો. પરંતુ કોર્ટના આદેશ છતાં પુરાતત્ત્વ વિભાગ દ્વારા વધારાના વળતરની ચૂકવણી ન કરાતા ખેડૂતો ફરી કોર્ટમાં પહોંચ્યા અને રાજકોટ સિવિલ કોર્ટ દ્વારા પુરાતત્વ વિભાગની કચેરીની મિલકતો જપ્ત કરવાનો આદેશ આપતા ખળભળાટ મચી ગયો. કોર્ટના બેલિફ સાથે અસરગ્રસ્ત ખેડૂતો કચેરી પર પહોંચ્યા હતા અને મિલકત જપ્તીની કાર્યવાહી હાથ ધરવામાં આવતા પુરાતત્વ વિભાગના અધિકારીઓમાં દોડધામ મચી હતી.



શું છે સમગ્ર મામલો?

સમગ્ર ઘટનાની વાત કરીએ તો વર્ષ 2005માં કચ્છના ભચાઉ તાલુકામાં આવેલી હેરિટેજ સાઇટ ધોળાવીરામાં પુરાતત્વ વિભાગ માટે કેન્દ્ર સરકાર દ્વારા જમીન સંપાદન કરવામાં આવી હતી. આ જમીન સંપાદન પ્રક્રિયામાં 9 ખેડૂતોની 125 એકર જેટલી જમીન સરકાર હસ્તક લેવામાં આવી હતી. તે સમયે ખેડૂતોને પ્રતિ ચોરસ મીટર માત્ર 0.64 પૈસાનું વળતર ચૂકવવામાં આવ્યું હતું. જેને લઈને ખેડૂતો રોષે ભરાયા હતા અને કાનૂની લડત શરૂ કરી હતી.
ખેડૂતોના વકીલના જણાવ્યા પ્રમાણે લાંબી લડત બાદ, 31 જુલાઈ 2023ના રોજ ભચાઉ કોર્ટ દ્વારા ખેડૂતોની તરફેણમાં મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો હતો. કોર્ટે પુરાતત્વ વિભાગને આદેશ આપ્યો હતો કે ખેડૂતોને પ્રતિ ચોરસ મીટર 9.57 રૂપિયા મુજબ વધારાનું વળતર ચૂકવવામાં આવે. કોર્ટનો હુકમ હોવા છતાં પુરાતત્વ વિભાગ દ્વારા ખેડૂતોને વળતરની રકમ ચૂકવવામાં નહોતી આવી.

હાઈકોર્ટે પણ ફટકાર્યો હતો દંડ

આ મામલે ગુજરાત હાઈકોર્ટમાંપણ સુનાવણી થઈ હતી, જ્યાં કોર્ટના આદેશનું પાલન ન કરવા બદલ જવાબદાર અધિકારીને રૂ. 1 લાખનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. આમ છતાં, તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી ન થતા ખેડૂતોએ ફરી એકવાર ન્યાય માટે કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. અને કોર્ટે પુરાતત્વ વિભાગની મિલકત જપ્તીનો આદેશ આપ્યો હતો. આ જપ્તીમાં ઓફિસમાં રહેલા કોમ્પ્યુટર, પ્રિન્ટર, કબાટ, પંખા, એસી અને તમામ ફર્નિચર તેમજ જો કોઈ સરકારી ગાડીઓ હાજર હશે તો તે તમામ વસ્તુઓ જપ્ત કરવા પહોંચ્યા હતા.

RELATED ARTICLES

Most Popular