Homeગુજરાતવાલીઓ પર મોંઘવારીનો વધુ એક માર; બાળકોને સ્કૂલે મોકલવા આપવા પડશે વધુ...

વાલીઓ પર મોંઘવારીનો વધુ એક માર; બાળકોને સ્કૂલે મોકલવા આપવા પડશે વધુ રૂપિયા

બે દિવસ બાદ શાળાઓમાં વેકેશન પૂરું થઈ રહ્યું છે અને નવું શૈક્ષણિક સત્ર શરૂ થવા જઈ રહ્યું છે. જો કે શૈક્ષણિક સત્ર શરૂ થતાં પહેલાં જ વાલીઓ પર મોંઘવારીનો વધુ એક માર પડ્યો છે. દૂધ અને દહીંમાં ભાવ વધારા બાદ હવે બાળકોને શાળાએ મોકલવા અને ત્યાંથી પરત લાવવા વાલીઓએ વધુ રૂપિયા ચૂકવવા પડશે. સ્કૂલ વાન અને સ્કૂલરિક્ષાના ભાડામાં વધારો કરવામાં આવ્યો છે.

સ્કૂલવાન અને સ્કૂલરિક્ષા એસોસિએશન દ્વારા ભાડા વધારાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં આરટીઓમાં પાસિંગનો ખર્ચ, પરમિટ, વીમ સહિતના ખર્ચની ગણતરી કરીને આ ભાડા વધારો કરાયો છે. જેમાં સ્કૂલ વાનમાં એક કિલોમીટર દીઠ રૂપિયા 200 અને સ્કૂલ રિક્ષામાં એક કિલોમીટર દીઠ રૂપિયા 100નો ભાડો વધારો કરવામાં આવ્યો છે. આમ વાલીઓએ પહેલાં કરતા હવે કિમી દીઠ દર મહિને 100 અને 200 રૂપિયા વધારે ચૂકવવા પડશે.

સ્કૂલ વાન અને રિક્ષાચાલકો દ્વારા નિયમોના પાલન બાબતે આરટીઓ દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. ત્યારે આ જાહેરાત બાદ અમદાવાદ સ્કૂલવર્ધી એસોસિએશનની બેઠક મળી હતી. જેમાં RTOના નિયમો મુજબ અંદાજિત 50 હજાર રૂપિયા જેટલો એક રિક્ષામાં ખર્ચ થઈ રહ્યો છે. જેથી સ્કૂલ વર્ધી એસોસિએશન દ્વારા સ્કૂલ વાન અને સ્કૂલરિક્ષાના ભાડામાં વધારો કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે અમદાવાદમાં અમદાવાદના 15 હજાર અને રાજ્યના 80 હજાર જેટલા વાન અને રિક્ષા ચાલકો સ્કૂલ વર્ધી એસોસિએશન સાથે જોડાયેલા છે.

ઉલ્લેખનીય છે કે આ પહેલાં સ્કૂલવર્ધી એસોસિએશન દ્વારા વર્ષ 2021માં ભાડામાં વધારો કરવામાં આવ્યો હતો. આમ ત્રણ વર્ષ બાદ હવે વધારો કરવામાં આવી રહ્યો છે. જે અંગે સ્કૂલ વર્ધી એસોસિએશનના પ્રમુખ ધર્મેન્દ્ર બ્રહ્મભટ્ટે જણાવ્યું કે, છેલ્લાં 3 વર્ષથી ભાડું વધારવામાં આવ્યું નહોતું. પરંતુ આ વર્ષે પસિંગ સહિતના ખર્ચ વધ્યા છે, મોંઘવારી વધી છે, જેને લઈને ભાડામાં વધારો કરવામાં આવ્યો છે.

સ્કૂલ વર્ધી એસોસિયેશનના પ્રમુખ ધર્મેન્દ્ર બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, છેલ્લાં 3 વર્ષથી અમે ભાડા વધારો કર્યો નહતો, પરંતુ આ વર્ષે પસિંગ સહિતના ખર્ચ વધ્યા છે. ઉપરાંત મોંઘવારી વધી છે, જેને ધ્યાનમાં રાખીને અમે ભાડામાં વધારો કર્યો છે. ભાડામાં એક કિમી દીઠ રિક્ષામાં 100 રૂપિયા, જ્યારે વાનમાં 200 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.

RELATED ARTICLES

Most Popular