લગ્ન પ્રસંગમાં બધા હળવા અને આનંદના મૂડમાં હોય છે. આ દરમિયાન કિંમતી વસ્તુ પરથી જો તમારી નજર હટી તો એ વસ્તુ ચોરાઈ પણ શકે છે અને પછી પસ્તાવાનો વારો આવે છે. આવી જ એક ઘટના વડોદરામાં બની. જેમાં એક શખ્સ મહિલાનું પર્સ ઉઠાવીને ફરાર થઈ ગયો. જેમાં એક લાખ રૂપિયાની રોકડ અને મોબાઇલ ફોન હતો.
વડોદરાના આજવા રોડ પર આવેલા કાશીબા પાર્ટી પ્લોટમાં લગ્ન સમારંભ ચાલી રહ્યો હતો. આ દરમિયાન કેટલીક મહિલાઓ વ્યસ્ત હતી અને બાજુમાં કોઈ મહિલાનું રૂપિયા ભરેલી પર્સ હતું. જેના પર પાછળ બેઠેલા એક શખ્સની નજર હતી. તે ધીમેથી આગળ આવ્યો અને મહિલાઓનું ધ્યાન પર્સ પરથી હટતા જ તે પર્સ ઉઠાવીને ફરાર થઈ ગયો. જેમાં એક લાખની રોકડ અને મોબાઈલ હતા. પર્સ ચોરીની આ ઘટના સીસીટીવી. કેમેરામાં કેદ થઈ ગઈ છે.