Homeવિશ્વબ્રાઝિલમાં પ્લેન તૂટી પડ્યું; તમામના મોત; જુઓ વીડિયો

બ્રાઝિલમાં પ્લેન તૂટી પડ્યું; તમામના મોત; જુઓ વીડિયો

બ્રાઝિલમાં એક વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું છે. જેને લઈને વિમાનમાં સવાર તમામ યાત્રીઓ મોતને ભેટ્યાના અહેવાલ છે. ટેકઓફ થયા બાદ પાયલટે કાબૂ ગુમાવી દીધો હતો અને વિમાન બેકાબુ થઈ ગયું હતું. જેને લઈને વિમાન તૂટી પડ્યું અને વિમાનમાં સવાર તમામ 61 લોકોના મોત નિપજ્યા. તૂટી પડેલું વિમાન ટર્બોપ્રોપ વિમાન હતું. બ્રાઝિલના સાઓ પાઉલો નજીક આ ઘટના બની.

દુર્ઘટનાગ્રસ્ત  સ્થળ નજીકના સ્થાનિક અધિકારીએ આ માહિતી આપી છે. વિમાનના અકસ્માતનો એક વીડિયો પણ સામે આવ્યો છે. વિમાન આકાશમાં નિયંત્રણ બહાર ગયું અને આમ તેમ ફરવા લાગ્યું અને થોડી ક્ષણો બાદ જમીન પર તૂટી પડ્યું.

સામે આવેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એટીઆર નિર્મિત વિમાન નિયંત્રણ બહાર ગયું અને ઘરોની નજીકના ઝાડ પાછળ પડ્યું, ત્યારબાદ કાળા ધુમાડાના ગોટેગોટા ઉડતા જોવા મળ્યા. સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું કે વિમાનમાં સવાર મુસાફર કે ક્રૂ મેમ્બરમાંથી કોઈ બચ્યું નથી અને એક  મકાનને નુકસાન પણ થયું છે, જો કે મકાનમાં કોઈ વ્યક્તિને જાનહાનિ નથી થઈ.

દુર્ઘટના અંગે બ્રાઝિલના પ્રમુખ લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વાએ દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું કે કહ્યું, “મારે ખરાબ સમાચાર આપવા પડી રહ્યા છે.” અકસ્માતમાં મૃત્યુ પામનારા લોકો માટે તેમણે એક મિનિટનું મૌન પાળવાનું પણ કહ્યું.

વોઈપાસ એરલાઇને જણાવ્યું કે પરાના રાજ્યના કાસ્કેવેલથી વિમાને ઉડાન ભરી હતી અને તે સાઓ પાઉલોના મુખ્ય આંતરરાષ્ટ્રીય એરપોર્ટ જઈ રહ્યું હતું. પ્લેન સાઓ પાઉલોથી ઉત્તરપશ્ચિમમાં લગભગ 80 કિમી દૂર વિન્હેડો શહેરમાં ક્રેશ થયું હતું.

પ્લેન કેમ ક્રેશ થયું તે અંગે વધુ માહિતી હજુ સુધી સામે નથી આવી. અકસ્માત બાદ સાઓ પાઉલોના ફાયર વિભાગના જવાનો તાત્કાલિક ઘટનાસ્થળે બચાવ કામગીરી માટે આવી પહોંચ્યા હતા. જો કે અકસ્માતમાં કોઈ વ્યક્તિ બચ્યું નથી.

RELATED ARTICLES

Most Popular