Homeગુજરાતઅજબ ગજબઃ દીકરીના તેડા સમયે અચાનક આવી પહોંચી ગાય

અજબ ગજબઃ દીકરીના તેડા સમયે અચાનક આવી પહોંચી ગાય

તમારા ઘરે કોઈ પ્રસંગ હોય, એ પણ દીકરીનો અને એ સમયે અન્ય મહિલાઓની સાથે અચાનક ગાય આવીને ઊભી રહે તો શું સમજવું? આવું જ થયું છે ચોટીલામાં. ચોટીલામાં કાઠી ક્ષત્રિય સમાજના લઘુભાઇ ધાધલ ના દીકરી રિધેશ્વરી બા ના 13 ફેબ્રુઆરીના દિવસે લગ્ન હતા. અને લગ્ન પછી તેમનું તેડું કરવામાં આવ્યું.


લગ્ન પછી પ્રથમ વખત દીકરી બા પિયર આવતા આસપાસની મહિલાઓ સ્વાગત માટે આવી પહોંચી હતી અને બધી મહિલાઓ પાસે અચાનક ગાય આવીને ઊભી રહેતા સહુ આશ્ચર્યમાં મુકાઈ ગયા. ત્યાર પછી દીકરી રીધેશ્વરી બા એ ગાયને વંદન કરીને ઘરમાં પ્રવેશ કર્યો હતો. ને ઘરની મહિલાઓએ દીકરી બા નું પરંપરાગત સ્વાગત કર્યું હતું.
ગાય માતા પણ રીધેશ્વરી બાને આશીર્વાદ આપવા આવી હોય એવું લાગ્યું.

RELATED ARTICLES

Most Popular