ચોટીલામાં ખનીજ માફિયાઓ પર તંત્ર દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. સરકારી જમીનોને નિશાન બનાવતા ખનીજ માફિયાઓ સામે મહેસૂલ તંત્રએ કડક કાર્યવાહી હાથ ધરી છે. ડેપ્યુટી કલેક્ટર એચ.ટી. મકવાણા અને તેમની ટીમે મધરાત્રે દરોડો પાડી અંદાજે રૂપિયા 1 કરોડ 50 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
ચોટીલા ડુંગરની આસપાસ કોર્વેજ ખનીજનું મોટા પાયે ગેરકાયદે ખોદકામ થતું હોવાની બાતમી મળતા મહેસૂલ વિભાગે મધરાતે દરોડો પાડ્યો. આ દરમિયાન સ્થળ પરથી હિટાચી મશીનો અને ડમ્પરો સહિતના સાધનો જપ્ત કરવામાં આવ્યા છે. તપાસ દરમિયાન ખનીજ ચોરીના કારોબારમાં મુખ્ય 2 આરોપી લાલા જોગરણા અને અનિલ ઝાપડિયાન નામ સામે આવ્યા છે.

કાર્યવાહી દરમિયાન એક ચોંકાવનારું ઓડિયો રેકોર્ડિંગ પણ મળી આવ્યું છે. જેમાં મુખ્ય આરોપી લાલા જોગરણા તેના સાથીને બધું માથે લઈ લેવા અને પોતાનું નામ ક્યાંય ન આવે તથા ડુંગર બાજુ ભાગી જવાનું કહી રહ્યો છે.
તંત્રએ આ રેકોર્ડિંગનો પુરાવા તરીકે સત્તાવાર રેકોર્ડમાં સમાવેશ કર્યો છે.ડેપ્યુટી કલેક્ટરની આ કડક કાર્યવાહીથી ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે.
તપાસ દરમિયાન ખનીજ ચોરીના કારોબારમાં મુખ્ય બે આરોપીઓના નામ સામે આવ્યા છે. જેમાંથી એક છે નાના પાળીયાદનો લાલા જોગરણા. જે સમગ્ર નેટવર્કનો મુખ્ય સૂત્રધાર ગણાય છે. બીજો છે અનિલ ઝાપડિયા. ગેરકાયદેસર ખોદકામમાં તેની સીધી સંડોવણી છે. બંને આરોપીઓ સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો દાખલ કરી કાયદેસ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.