આ વર્ષે 28 ઓગસ્ટ 2026 અને શુક્રવારના દિવસે ઉજવાશે રક્ષાબંધન. શ્રાવણ સુદ પૂનમના રોજ રક્ષાબંધન ઉજવવામાં આવે છે. એ રીતે જોઈએ તો પૂર્ણિમા 27 ઓગસ્ટે બેસશે અને 28 ઓગસ્ટે સવારે 9:48 વાગ્યા સુધી જ રહેશે.
શુક્રવારે સવારે પ્રથમ 3 ચોઘડિયા પણ ( ચલ, લાભ અને અમૃત) સારા છે. જે 11 વાગ્યાને 6 મિનિટ સુધી રહેશે. પરંતુ પૂર્ણિમા 9 કલાક ને 48 મિનિટ પૂરી થઈ જાય છે.ત્યાર પછી પૂર્ણિમા સમાપ્ત થઈને શ્રાવણ વદ પ્રથમા તિથિ બેસી જાય છે. તેથી રાખડી બાંધવાનો ઉત્તમ સમય સવારના 9:48 વાગ્યા સુધી નો રહેશે. આ સમય દરમિયાન પૂર્ણિમા તિથિ રહેશે અને ભદ્રાની અડચણ પણ નહીં હોય.
આમ છતાં સમયની અનુકૂળતા ન હોય અને બપોર પછી રાખડી બાંધવાની થાય તો સામાન્ય રીતે સારુ ચોઘડિયું જોઈને રાખડી બાંધી શકાય છે. એ પ્રમાણે જોઈએ તો સવારે 9 વાગ્યાની 31 મિનિટથી 11 કલાક અને 6 મિનિટ સુધી અમૃત ચોઘડિયું છે. ત્યાર બાદ બપોરે શુભ 12:40 થી 14: 15 અને સાંજે ચલ – 17: 25 થી 18: 59. છે.
આમ તો પૂર્ણિમા પ્રમાણે સવારે 9;48 સુધી જ રક્ષાબંધન રહે છે તેથી એ સમયમાં રાખડી બાંધવી ઉત્તમ ગણાશે.