Homeમુખ્ય સમાચારસુરતમાં ફિલ્મી ઢબે SBI બેન્કમાંથી લાખો રૂપિયાની લૂંટ; પોલીસ થઈ દોડતી

સુરતમાં ફિલ્મી ઢબે SBI બેન્કમાંથી લાખો રૂપિયાની લૂંટ; પોલીસ થઈ દોડતી

સુરતમાં ફિલ્મી ઢબે લાખો રૂપિયાની મત્તાની લૂંટની ઘટના સામે આવી છે. શહેરના વરાછા વિસ્તારમાં આવેલી SBI બેન્કની શાખામાં ધોળા દિવસે કર્મચારીઓને બંધક બનાવીને લાખો રૂપિયાની લૂંટ કરી લૂંટારૂઓ ફરાર થઈ ગયા. ઘટના અંગે જાણ થતા સુરત પોલીસ દોડતી થઈ ગઈ છે.


હાથમાં હથિયાર સાથે આવ્યા લૂંટારૂઓ
મળતી માહિતી પ્રમાણે વરાછા વિસ્તારમાં આવેલી SBI બેન્કમાં 4 અજાણ્યા શખ્સો બંદૂક લઈને ઘૂસ્યા હતા. બેન્કમાં હાજર કર્મચારીઓને બંદૂક બતાવીને ડરાવી ધમકાવીને આરોપીઓ આશરે 50 લાખ રૂપિયાની મત્તાની લૂંટ કરી ભાગી ગયા.


સુરત પોલીસ થઈ દોડતી
ઘટના અંગે જાણ કરવામાં આવતા સુરત પોલીસનો કાફલો તાત્કાલિક વરાછા વિસ્તારમાં દોડી આવ્યો હતો અને આસપાસના વિસ્તારને કોર્ડન કરીને લૂંટારૂઓની શોધખોળ હાથ ધરી હતી. લાખો રૂપિયાની લૂંટ પાછળ કોઈ જાણભેદુ હોવાની આશંકા પણ વ્યક્ત કરાઈ રહી છે. પોલીસ સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. બુકાની પહેરીને લૂંટારૂઓ બેન્કમાં ઘૂસ્યા હોવાની વાત વહેતી થઈ હતી જો કે સુરતના પોલીસ અધિકારીએ જણાવ્યું કે આરોપીઓએ કોઈ બુકાની નહોતી પહેરી. આરોપીઓને પકડવા માટે પોલીસે સઘન તપાસ હાથ ધરી છે. પોલીસની વિવિધ ટીમો લૂંટારૂઓને પકડવા કામે લાગી છે અને ઝડપથી આ કેસને ઉકેલી લેવામાં આવશે તેવું તેમણે કહ્યું હતું.

RELATED ARTICLES

Most Popular