Homeગુજરાતચોટીલામાં રવુભાઈ ખાચરની ઉમેદવારીથી કોંગ્રેસ મજબૂત; બદલાઈ શકે રાજકીય ગણિત

ચોટીલામાં રવુભાઈ ખાચરની ઉમેદવારીથી કોંગ્રેસ મજબૂત; બદલાઈ શકે રાજકીય ગણિત

ચોટીલા નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસે ‘માસ્ટરસ્ટ્રોક’ લગાવ્યો છે. કોંગ્રેસે વોર્ડ નંબર-1માંથી પૂર્વ પ્રમુખ રવુભાઈ ખાચરને મેદાનમાં ઉતારતા જ રાજકીય ગણિત બદલાય જવાના એંધાણ છે.. સમગ્ર શહેરના 6 વોર્ડમાં રવુભાઈની કામગીરી અને લોકચાહનાને જોતા આ વખતે નગરપાલિકા પર કોંગ્રેસ કબ્જો મેળવે તેવી પ્રબળ શક્યતાઓ દેખાઈ રહી છે.


રવુભાઈ ખાચર ભલે વોર્ડ નંબર-1ના ઉમેદવાર હોય, પરંતુ શહેરના પૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છે. અને તેમણે તેમના કાર્યકાળમાં શહેરના છએય વોર્ડમાં કોઈપણ ભેદભાવ વગર એકસરખો વિકાસ કર્યાનું સ્થાનિકો કહી રહ્યા છે. આ ઉપરાંત નાગરિકોની ફરિયાદ સાંભળીને તેનો તાત્કાલિક ઉકેલ લાવવા માટે તેઓ જાણીતા છે. તેમની છબી પણ સ્વચ્છ છે. જેને લઈને વિરોધીઓ પણ તેમના વહીવટ તરફ આંગળી ઉઠાવી શકતા નથી.

ચોટીલા કોંગ્રેસ


વોર્ડ-1માં ચૂંટણી કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે હાજર રહેલા પૂર્વ ધારાસભ્ય ઋત્વિકભાઈ મકવાણાએ કહ્યું કે કોંગ્રેસ લોકહિતના કાર્યો માટે કટિબદ્ધ છે અને રવુભાઈ તેનું ઉત્તમ ઉદાહરણ છે. આ ચૂંટણીમાં રવુભાઈ માત્ર ઉમેદવાર નથી, તેઓ નગરપાલિકા માટે કોંગ્રેસનો ચહેરો છે. સ્થાનિક પક્ષના જૂના કાર્યકરો કહી રહ્યા છે કે રવુભાઈ મેદાનમાં આવતા જ ચોટીલામાં અડધી બાજી કોંગ્રેસ જીતી ગઈ છે. તેમની કામગીરીનો લાભ દરેક વોર્ડના ઉમેદવારોને મળશે. અને આ વખતે ચોટીલા નગરપાલિકા કોંગ્રેસની જ બનશે. તેવો વિશ્વાસ તેઓ વ્યક્ત કરી રહ્યા છે.

RELATED ARTICLES

Most Popular