ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના પિતા રમેશચંદ્ર સંઘવીનું કરુણ નિધન થયું છે. લાંબી બીમારી બાદ રમેશચંદ્ર સંઘવીનું શનિવારે 17 ઓગસ્ટના રોજ નિધન થયું છે. છેલ્લા ઘણા સમયથી તેઓ બીમાર હતા. ફેફસાં, કિડની સહિત મલ્ટીપલ ડિસિઝથી તેઓ પીડાતા હતા. છેલ્લા ઘણા સમયથી તેમની સારવાર ચાલી રહી હતી. છેલ્લા કેટલાક દિવસોથી તબિયત વધુ ખરાબ થતાં તેમને સુરતની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું નિધન થયું .
હર્ષ સંઘવીના પિતાનું અવસાન થતાં તેમના નજીકના અને પરિવારજનો હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. તેમની અંતિમયાત્રા તેમના નિવાસસ્થાન ધરમ પેલેસ પાર્લે પોઇન્ટથી નીકળીને ઉમરા રામનાથ ઘેલા સ્મશાન પહોંચી હતી અને તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
ગૃહમંત્રી હર્ષ સંઘવી એક દિવસ પહેલાંથી જ સુરતમાં હતા. હોસ્પિટલમાં તેમના પિતાની સારવાર દરમિયાન હાજર હતા. ગાંધીનગર ખાતે હર્ષ સંઘવીના પિતાજીની પ્રાર્થના સભા યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે. મંગળવારે 20 ઓગસ્ટના રોજ મંત્રી નિવાસ, કોમ્યુનિટી હોલમાં સાંજના 5 વાગ્યાથી 7 વાગ્યા દરમિયાન પ્રાર્થના સભાનું યોજાશે.