Homeગુજરાતકિંજલ દવે અને આરતી સાંગાણી બાદ હવે કિંજલ રબારી લગ્નને લઈને વિવાદમાં

કિંજલ દવે અને આરતી સાંગાણી બાદ હવે કિંજલ રબારી લગ્નને લઈને વિવાદમાં

ગુજરાતની જાણીતી લોકગાયિકા કિંજલ દવે અને આરતી સાંગાણી બાદ હવે કિંજલ રબારી પણ વિવાદમાં આવી છે. કિંજલ રબારીએ અન્ય સમાજના યુવક સાથે ભાગીને લગ્ન કરી લેતા રબારી સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. કિંજલ રબારીએ પરિવારની મરજી વિરુદ્ધ જઈને ચૌધરી સમાજના યુવક અશોક ચૌધરી સાથે પ્રેમલગ્ન કરી લીધા છે. જેને લઈને વિવાદ સર્જાયો છે.

લગ્ન કરી લીધા બાદ હવે સિંગરે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ કર્યો છે. જેમાં તેણે પોતાના જીવને અને તેના પતિ અશોક ચૌધરીને જીવનું જોખમ હોવાનું જણાવીને પોલીસ સુરક્ષાની માગ કરી છે.

કિંજલ રબારીનું કહેવું છે કે – મેં ચૌધરી અશોકકુમાર સાથે લગ્ન કર્યાં છે. પરિવારને મનાવવાના મેં પ્રયાસ કર્યા હતા. પરંતુ પરિવારજનો મારા લગ્નના વિરોધમાં હતા, જેથી મેં મારા પતિને જાણ કરતા તેઓ મને આવીને લઈ ગયા. સોશિયલ મીડિયામાં મારા પતિને બદનામ કરવામાં આવી રહ્યા છે. કિંજલે કહ્યું કે હું રબારી સમાજને કહેવા માગુ છું કે, મેં મારી મરજીથી લગ્ન કર્યાં છે પણ મને હાલ બદનામ કરવામાં આવી રહી છે જે ખોટું છે. મારા તેમજ મારા પતિના જીવનું જોખમ છે જેથી મેં વકીલનો સંપર્ક કરીને પોલીસ સુરક્ષાની માંગણી કરી છે. મારા લગ્નને લઈને કોઈ પણ અફવા ફેલાવવી નહીં. મને અથવા મારા પતિને કોઈપણ નુકસાન પહોંચશે તો તેના માટે મારો પરિવાર જવાબદાર રહેશે.

RELATED ARTICLES

Most Popular