Homeગુજરાતસુભાષ બ્રિજના ઉપરના ભાગને તોડવા માટે સાબરમતી નદી ખાલી કરાશે

સુભાષ બ્રિજના ઉપરના ભાગને તોડવા માટે સાબરમતી નદી ખાલી કરાશે


અમદાવાદનો સુભાષ બ્રિજ તિરાડ પડ્યા બાદ છેલ્લા થોડા સમયથી અવરજવર માટે બંધ છે. અને આ બ્રિજની જગ્યાએ હવે 235 કરોડ રૂપિયાના ખર્ચે નવો બ્રિજ બનાવવામાં આવશે. સ્પાન બેસી જવાના કારણે સુભાષ બ્રિજ બંધ કરવામાં આવ્યો હતો. સુભાષ બ્રિજ પરના જે સ્પાન જર્જરિત હાલતમાં છે એ સ્પાનને તોડીને ત્યાં નવા સ્પાન બેસાડવામાં આવશે. જેની કામગીરી શરૂ થવા જઈ રહી છે. આના માટે સાબરમતી નદીને ખાલી કરવામાં આવશે.

અઢી મહિના માટે નદી ખાલી રખાશે
આગામી 1 એપ્રિલથી 15 જૂન સુધી સાબરમતી નદીને ખાલી કરીને તેમાં પાણી નહીં ઠાલવવામાં આવે. આ અઢી મહિના દરમિયાન સુભાષ બ્રિજના તમામ ઉપરના સ્ટ્રક્ચરને તોડી પાડવામાં આવશે. જેના માટે ડિમોલિશન ડિઝાઇન પણ મંજૂરી માટે મોકલવામાં આવી છે. જે બાદ એપ્રિલ મહિનાથી સ્ટ્રકચર તોડવા માટેની કામગીરી શરૂ કરવામાં આવશે.

RELATED ARTICLES

Most Popular