CHOTILA: ચોટીલા નગરપાલિકાની સામાન્ય ચૂંટણીનું પરિણામો જાહેર થઈ ગયું છે. આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ફરી એકવાર વિજય મેળવી નગરપાલિકા પર પોતાનો કબ્જો જાળવી રાખ્યો છે. શહેરના વોર્ડ નં. 2 થી વોર્ડ નં. 6 સુધીની તમામ બેઠકો પર કેસરીયો લહેરાયો છે. આ પાંચેય વોર્ડની 20 બેઠક પર ભાજપના ઉમેદવારોની જીત થઈ છે.

જો કે ભાજપની આ વિજય કૂચ વચ્ચે વોર્ડ નં. 1 માં કોંગ્રેસના ચારેય ઉમેદવારોએ વિજય મેળવતા કોંગ્રેસની આબરૂ બચી ગઈ છે. રવુભાઈ ખાચર સહિત કોંગ્રેસના ચારેય ઉમેદવારોએ આ વોર્ડમાં પંજાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે. જોકે, સમગ્ર નગરપાલિકાના પરિણામો જોતા ભાજપે સ્પષ્ટ બહુમતી હાંસલ કરી છે.
જુઓ ચોટીલાના તમામ વિજેતા ઉમેદવારોની યાદી
