Homeમુખ્ય સમાચારકોંગ્રેસ જ કોંગ્રેસને હરાવે છે; બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતના નિવેદનથી...

કોંગ્રેસ જ કોંગ્રેસને હરાવે છે; બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતના નિવેદનથી કોંગ્રેસમાં ખળભળાટ

બનાસકાંઠા– ‘કોંગ્રેસ જ કોંગ્રેસને હરાવે છે. કોંગ્રેસને હરાવવા માટે કોઈ બહારના દુશ્મનોની જરૂર નથી.’ આ નિવેદન આપ્યું છે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતે. ગુજરાતમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં થયેલી કોંગ્રેસની કારમી હાર થઈ છે. ત્યારે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખે આ નિવેદન આપીને કોંગ્રેસમાં ચાલતા આંતરિખ વિખવાદ સામે આંગળી ચીંધી છે
બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ દ્વારા ડીસામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં વિજેતા થયેલા કોંગ્રેસના ઉમેદવારોના સન્માન માટે અને મતદારોના આભાર માટે આભાર દર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે પક્ષના આંતરિક વિખવાદ પર આકરા પ્રહારો કર્યા હતા.


ગુલાબસિંહે કહ્યું કે ”બનાસકાંઠાના ઇતિહાસમાં કોંગ્રેસને હરાવવાનું કામ હંમેશા કોંગ્રેસે જ કર્યું છે. પહેલા નેતાઓ ટિકિટ મેળવવા માટે જોરદાર લોબિંગ કરે છે, પણ જો ટિકિટ ન મળે તો પક્ષના જ ઉમેદવારને હરાવવાનું કામ શરૂ કરી દે છે. કોંગ્રેસને બહારથી આવીને કોઈ હરાવી શકતું નથી, પણ આંતરિક ખેંચતાણને લીધે જ પક્ષને નુકસાન સહન કરવું પડે છે.”

આ ઉપરાંત ચૂંટણીઓમાં હાર પાછળ લગ્નગાળાની મોસમને પણ તેમણે કારણ ગણાવતા કહ્યું કે લગ્નની મોસમ હોવાને કારણે કાર્યકરો મતદારોને મતદાન મથક સુધી પહોંચાડવામાં નિષ્ફળ રહ્યા હતા. આ ઉપરાંત, કેટલાક આગેવાનો અને કાર્યકરોએ પક્ષ પ્રત્યે વફાદાર રહેવાને બદલે હરાવવાની ભૂમિકા ભજવી હતી. ​આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના વિજેતા સભ્યોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો હાજર રહ્યા હતા.

RELATED ARTICLES

Most Popular