Homeગુજરાતઅમરેલી જિલ્લા યુવા ભાજપ પ્રમુખ ચેતન શિયાળ પર હુમલો; ચેતન શિયાળે પણ...

અમરેલી જિલ્લા યુવા ભાજપ પ્રમુખ ચેતન શિયાળ પર હુમલો; ચેતન શિયાળે પણ કાઢી રિવોલ્વર; જુઓ વીડિયો

અમરેલી જિલ્લાના યુવા ભાજપ પ્રમુખ ચેતન શિયાળ પર કુહાડી વડે હુમલો થતાં ચકચાર મચી ગઈ છે. રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકીના જમાઈ અને જિલ્લા યુવા ભાજપ પ્રમુખ ચેતન શિયાળ પર કેટલાક શખ્સોએ આ હુમલો કર્યો . જેમાં ગંભીર ઈજા થતા ચેતન શિયાળને સારવાર માટે ભાવનગર લઈ જવાયા છે. મળતી માહિતી પ્રમાણે જાફરાબાદ જેટી પર વાહનો આડા રાખી દેવાના મામલે બોલાચાલી થઈ હતી. જે બાદ મારામારી થઈ.

મારામારીનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ પણ થયો છે. જે વીડિયોમાં ચેતન શિયાળના હાથમાં રિવોલ્વર જોવા મળી રહી છે.ચેતન શિયાળના પિતા દ્વારા આ મામલે 6 લોકો સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો – ધનતેરસના દિવસે એક જ કુટુંબના બે બાળકોના કરુણ મોત

ટ્રેક્ટર સાઈડમાં લેવાનું કહેતાં થયો ઝઘડો
જાફરાબાદ બંદરની જેટી પર ચેતન શિયાળના પિતા અને અન્ય કેટલાક માછીમારો માછીમારી કરીને પરત આવ્યા હતા. માછલીઓ ખાલી કરવા માટે ચંદ્રકાંતભાઈ અને અન્ય માછીમારો જેટી પર જઈ રહ્યા હતા. આ દરમિયાન યશવંત બારૈયા નામના શખ્સનું બરફ ભરેલું ટ્રેક્ટર રસ્તામાં આડું પડ્યું હતું. જે સાઈડમાં રાખવા માટે ચંદ્રકાંતભાઈએ કહેતા યશવંત બારૈયા સહિતના આરોપીઓ ઉશ્કેરાઈ ગયા અને ચંદ્રકાંતભાઈ સાથે બોલાચાલી શરૂ કરી હતી. જે અંગે ચંદ્રકાંતભાઈના પુત્ર ચેતન શિયાળને જાણ કરાતાં તેઓ પણ ઘટનાસ્થળ પહોંચી ગયા. જો કે જેટી પર ઉશ્કેરાયેલા યશવંત બારૈયા અને તેમના સાથીઓએ ચેતન શિયાળ પર કુહાડી વડે જીવલેણ હુમલો કર્યો. સાથે સાથે સોનાના ચેઈનની લૂંટ ચલાવી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.

6 ઈસમો સામે ફરિયાદ
મારામારીની આ ઘટના મામલે ચેતન શિયાળના પિતા ચંદ્રકાંત શિયાળ દ્વારા યશવંત બારૈયા, સિદ્ધાર્થ બારૈયા, સંજય બારૈયા,બોટનો દીઢીયો (ટંડેલ), ટ્રેકટરનો ડ્રાઈવર અને ‘જયશ્રી તાત્કાલિક’ નામની બોટના ખલાસી સામે જીવલેણ હુમલાની અને લૂંટની ફરિયાદ નોંધાવવામાં આવી છે. જાફરાબાદ પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

ચેતન શિયાળનો રિવોલ્વર સાથેનો વીડિયો વાઈરલ
હુમલાના આ બનાવમાં ચેતન શિયાળને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે ભાવનગરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બનાવ અંગે જાણ થતાં અમરેલી ભાજપના નેતાઓ પણ ભાવનગર હોસ્પિટલ પહોંચી ગયા હતા. ઉલ્લેખનીય છે કે ચેતન શિયાળ હાલ અમરેલી જિલ્લા યુવા ભાજપના પ્રમુખ તરીકે કાર્યરત છે તેમજ તેઓ રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકીના જમાઈ પણ થાય છે.જાફરાબાદ કોળી સમાજના આગેવાન પણ છે.જેટી પર હુમલાની આ ઘટના બની ત્યારે ભોગ બનનાર ચેતન શિયાળના હાથમાં પણ રિવોલ્વર હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. જો કે, આ મામલે પોલીસ દ્વારા કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.

RELATED ARTICLES

Most Popular