એશિયાના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન ધામધૂમથી યોજાયા. શુક્રવારે જીયો વર્લ્ડ સેન્ટર ખાતે લગ્ન, સાત ફેરા અને સિંદૂર દાનની વિધિ કરવામાં આવી હતી. જે બાદ શનિવારે શુભ આશીર્વાદ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું જેમાં મોટા મોટા દિગ્ગજો પહોંચ્યા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આ શુભ આશીર્વાદ સેરેમનીમાં હાજરી આપવા પહોંચ્યા હતા. અનંત રાધિકાને તેમણે શુભ આશિષ આપ્યા.

આ સેરેમનીમાં પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પૂર્વ બ્રિટિશ પીએમ ટોની બ્લેયર, આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુ, કેબિનેટ મંત્રી ચિરાગ પાસવાન, દિશા પટની, પત્ની અને પુત્રી સાથે શાહરુખ ખાન, સાનિયા મિર્ઝા, પત્ની અંજલિ સાથે સચિન તેંડુલકર, મહેન્દ્રસિંહ ધોની, જસપ્રીત બુમરાહ, મેરી કોમ, દીકરી આરાધ્યા સાથે ઐશ્વર્યારાય બચ્ચન, અમિતાભ બચ્ચન, રણવીર કપુર, જાહ્નવી કપુર, જેક્લીન ફર્નાન્ડિસ, સલમાન ખાન, અનન્યા પાંડે, રજનીકાંત, સુનીલ શેટ્ટી, માધુરી દીક્ષિત, કિમ કાર્દાશિયન, રશ્મિકા મંદાના, વિદ્યા બાલન, પત્ની જેનેલિયા સાથે રિતેશ દેશમુખ, અજય દેવગન, સારા અલી ખાન, કરન જોહર, પત્ની મીરા સાથે શાહીદ કપુર સેરેમનીમાં હાજરી આપવા પહોંચ્યા હતા.

ઉપરાંત કથાકાર દેવકીનંદન ઠાકુર, શંકરાચાર્ય મહારાજ, અવિમુક્તેશ્વરાનંદજી , સ્વામી સદાનંદજી, યોગગુરુ બાબા રામદેવ, બાગેશ્વર ધામ ધીરેન્દ્ર શાસ્ત્રી સહિતના અનેક ખ્યાતનામ લોકોએ પણ સેરેમનીમાં ભાગ લીધો હતો.
