Homeગુજરાતઆસારામ આશ્રમ પર ટૂંક સમયમાં ફરી શકે તંત્રનું બુલડોઝર; હાઈકોર્ટની ડબલ જજની...

આસારામ આશ્રમ પર ટૂંક સમયમાં ફરી શકે તંત્રનું બુલડોઝર; હાઈકોર્ટની ડબલ જજની બેન્ચે આશ્રમની અપીલ ફગાવી

અમદાવાદઃ અમદાવાદના મોટેરામાં આવેલા બળાત્કારી આસારામના આશ્રમ પર હવે ટૂંક સમયમાં તંત્રનું બુલડોઝર ફરે તેવું લાગી રહ્યું છે. હાઇકોર્ટની ડબલ જજની બેન્ચે આશ્રમના સંચાલકોની અપીલને ફગાવી દેતા હવે આશ્રમ તોડી પાડવાનો માર્ગ મોકળો થયો છે.


મહત્વનું છે કે અગાઉ કલેકટરે મોટેરામાં આવેલા આસારામના આશ્રમને તોડી પાડવાનો આદેશ કર્યો હતો. આશ્રમને જમીન આપતી વખતે સરકારે જે શરતો મૂકી હતી તે શરતોનો ભંગ થયો હોવાથી આશ્રમને તોડી પાડવાનો આદેશ કરાયો હતો. જો કે આશ્રમના સંચાલકોએ કલેકટરના આદેશને હાઇકોર્ટમાં પડકાર્યો હતો જેમાં હાઇકોર્ટમાં સિંગલ જજે કલેકટરના હુકમને યોગ્ય ઠેરવ્યો હતો જેથી આશ્રમે ડબલ જજની બેંચ સમક્ષ સિંગલ જજના હુકમને પડકાર્યો હતો.


આ અંગે સુનાવણી કરતા હાઈકોર્ટની ડબલ બેંચની જજે પણ આસારામ આશ્રમના સંચાલકોની અપીલ ફગાવી દીધી છે. જબલ બેન્ચની જજે નોંધ્યું છે કે આશ્રમે વારંવાર નિયમોનો ભંગ કર્યો છે અને નદીની જમીન પણ પચાવી પાડી છે.
આસારામ આશ્રમના સંચાલકોએ હાઈકોર્ટ પાસેથી થોડા દિવસ માટે સ્ટેની માગ કરી છે. અને સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવાનો નિર્ણય કર્યો છે. ત્યારે સુપ્રીમ કોર્ટ આ અંગે શું આદેશ આપે છે તે જોવું રહ્યું.
સરકારી વકીલે કોર્ટ સમક્ષ બાહેંધરી આપી કે આશ્રમને લેન્ડ રેવન્યુ કોડ 202 અંતર્ગત નવી નોટિસ આપવામાં આવશે, જેથી તેઓ જગ્યા ખાલી કરીને સરકારને સોંપી શકે. જો કે નોટિસ બાદ પણ જો જગ્યા ખાલી કરવામાં નહીં આવે તો તંત્ર આશ્રમ તોડી પાડશે.

RELATED ARTICLES

Most Popular