બકરી ઈદના આવી રહેલા તહેવારને લઈને ચોટીલા પોલીસ સતર્ક બની છે. બકરી ઈદના દિવસે શહેરમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચોટીલા પોલીસે વિવિધ વિસ્તારોમાં ચેકિંગ શરૂ કર્યું છે. થાન ચાર રસ્તા, અમદાવાદ-રાજકોટ હાઈવે સહિતના વિસ્તારોમાં આવતા જતા શંકાસ્પદ વાહનોને અટકાવીને તેમાં તપાસ કરવામાં આવી રહી છે. બ્લેક ફિલ્મ વાળા કાચ વાળી કાર, નંબર પ્લેટ વગરની કારને રોકીને તલાશી લેવામાં આવી રહી છે.

આ ઉપરાંત ચોટીલા શહેરના વિવિધ વિસ્તારોમાં પણ ચોટીલા પોલીસ દ્વારા ફૂટમાર્ચ યોજવામાં આવી. પીઆઈ આઈ.બી.વલવીની આગેવાનીમાં ફૂટમાર્ચ યોજાઈ હતી. બકરી ઈદના દિવસે શહેરની શાંતિ અને સલામતી ન જોખમાય તે માટે ચોટીલા પોલીસ રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરી રહી છે.
