Homeગુજરાતરાજ્યમાં સારા વરસાદની સંભાવના ; અંબાલાલ પટેલે શું આગાહી કરી? જાણી લો

રાજ્યમાં સારા વરસાદની સંભાવના ; અંબાલાલ પટેલે શું આગાહી કરી? જાણી લો

થોડા દિવસોથી રોકાઈ ગયેલું ચોમાસું હવે ગુજરાતમાં ફરી સક્રિય થઈ રહ્યું છે. આગામી દિવસોમાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે.

અંબાલાલ પટેલની આગાહી મુજબ 24 જૂનથી રાજ્યમાં સારો વરસાદ પડી શકે છે. આહવા, ડાંગ, વલસાડમાં 7 થી 8 ઇંચ જેટલો વરસાદ પડી શકે. જ્યારે સુરત, નવસારી અને તાપીમાં 4 થી 5 ઈંચ સુધીનો વરસાદ વરસી શકે. જૂનાગઢ, ગીર સોમનાથમાં પણ અતિભારે વરસાદની શક્યતા છે. જામનગર, રાજકોટ, ભાવનગર અને સુરેન્દ્રનગરમાં પણ ભારે વરસાદ પડી શકે છે. મધ્ય ગુજરાતના ભાગોમાં આગામી 3 દિવસમાં સારો વરસાદ પડે તેવી શક્યતા છે. જ્યારે અમદાવાદ, વડોદરા, આણંદ, નડિયાદમાં છૂટો છવાયો વરસાદ વરસી શકે છે. ઉત્તર ગુજરાતમાં 1 ઇંચ જેટલો વરસાદ વરસી શકે છે.

આદ્રા નક્ષત્રમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે

અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે  25 જૂનથી વરસાદ વધુ પડી શકે છે. મુંબઈ અને મહારાષ્ટ્રના ભાગોમાં અત્યંત ભારે વરસાદની શક્યતા છે અને મહારાષ્ટ્ર તરફથી વરસાદની સિસ્ટમ ગુજરાત આવશે. જે સિસ્ટમ દક્ષિણ ગુજરાતને ધમરોળશે. 28 થી 30 જૂન દરમિયાન આદ્રા નક્ષત્રમાં રાજ્યમાં અતિભારે વરસાદ પડી શકે. દક્ષિણ સૌરાષ્ટ્રમાં 8 થી 10 ઇંચ જેટલો વરસાદ પડી શકે તેમજ ઉત્તર અને મધ્ય ગુજરાતના ભાગોમાં અને કચ્છમાં પણ ભારે વરસાદની શક્યતા છે.

બીજી તરફ હવામાન વિભાગે પણ રાજ્યમાં સારા વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર  રાજ્યમાં આગામી 7 દિવસ સાર્વત્રિક વરસાદની શક્યતા છે. જેમાં ક્યાંક ભારે તો ક્યાંક અતિભારે વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની સંભાવના છે.

RELATED ARTICLES

Most Popular