Homeગુજરાતચોટીલા હાઈવે પર વધુ એક અકસ્માત; રાત્રિના સમયે પલટી જતી ટ્રકના લાઈવ...

ચોટીલા હાઈવે પર વધુ એક અકસ્માત; રાત્રિના સમયે પલટી જતી ટ્રકના લાઈવ દ્રશ્યો આવ્યા સામે

ચોટીલા હાઈવે પર વધુ એક અકસ્માત સર્જાયો છે.  હાઈવે પરથી પસાર થઈ રહેલી ટ્રક પલટી ગઈ હતી. જેના લાઈવ દ્રશ્યો સામે આવ્યા છે. મળતી માહિતી પ્રમાણે પૂંઠા ભરેલી ટ્રક મોરબી તરફ જઈ રહી હતી. એ દરમિયાન જોલી એન્જોય હોટલ પાસે પહોંચી ત્યારે ટ્રક પલટી ગઈ.

ચોટીલા હાઈવે પર પલટી ગઈ ટ્રક – લાઈવ દ્રશ્યો આવ્યા સામે

ટ્રક પલટી ગઈ એ પહેલાં જ ચાલકે કાબૂ ગુમાવ્યો હોય તેવું લાગી રહ્યું હતું. કારણ કે ટ્રક પાછળથી આડી અવળી ચાલી રહી હતી. અને થોડી આગળ જતાં પલટી ગઈ. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ નથી થઈ. અકસ્માત પાછળનું કારણ ટ્રકચાલક કાં તો નશામાં અથવા તો ઊંઘમાં હોવાની આશંકા છે. ટ્રક પલટી જતાં ટ્રકમાં ભરેલા પૂંઠા રોડ પર નીચે ઠલવાઈ ગયા હતા.

RELATED ARTICLES

Most Popular