Homeગુજરાતચોટીલા હાઈવે પરથી ફરી ઝડપાયો દારૂનો જથ્થો; 22 લાખથી વધુની કિંમતનો ઈંગ્લિશ...

ચોટીલા હાઈવે પરથી ફરી ઝડપાયો દારૂનો જથ્થો; 22 લાખથી વધુની કિંમતનો ઈંગ્લિશ દારૂ જપ્ત

ચોટીલા હાઈવે પરથી ફરી વખત મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે. સ્ટેટ મોનિટરિંગ સેલે આ દારૂનો જથ્થો ઝડપ્યો છે. એક ટેન્કરમાં દારૂની હેરાફેરી થઈ રહી હોવાની બાતમી મળતાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા વોચ ગોઠવવામાં આવી હતી. દરમિયાન અમદાવાદ- રાજકોટ હાઈવે પર બલદેવ હોટલ પાસે ઊભેલા ટેન્કર પર શંકા જતાં તેમાં તપાસ કરવામાં આવી.

આ પણ વાંચો – આઈપીએસ કરણરાજ વાઘેલા સહિત અન્ય પોલીસકર્મીઓ સામે ગુનો નોંધવાનો આદેશ

તો ટેન્કરમાં ચોરખાનું બનાવીને દારૂ સંતાડવામાં આવ્યો હતો. કુલ મળીને ઈંગ્લિશ દારૂની 300 પેટી ટેન્કરમાંથી મળી આવી.

કુલ 33 લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ જપ્ત
22 લાખ કરતા વધુ કિંમતનો દારૂનો જથ્થો, ટેન્કર અને મોબાઈલ મળીને કુલ 33 લાખ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. સાથે સાથે અર્જુનદાસ નામના ટેન્કરના ચાલકની ધરપકડ કરવામાં આવી છે. જેને ચોટીલા પોલીસને સોંપવામાં આવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત દારૂ મોકલનાર, દારૂ ભરી આપનાર અને દારૂ મંગાવનાર ઈસમોને વોન્ટેડ જાહેર કરી તેમની સામે તપાસ હાથ ધરવામાં આવી છે. સામે આવેલી વિગતો મુજબ દારૂનો જથ્થો રાજસ્થાનથી જેતપુર લઈ જવામાં આવી રહ્યો હતો. જો કે દારૂનો જથ્થો જેતપુર પહોંચે એ પહેલા એસએમસીએ ઝડપી પાડ્યો.

RELATED ARTICLES

Most Popular