રવિવારના દિવસે ચોટીલાના માર્ગો ઘોડાના ડાબલાના અવાજથી ગુંજી ઉઠ્યા…ચોટીલાના ખેરડી ગામના ખાચર દરબાર દાદબાપુ ઘુસાબાપુ પરિવારના મંગળુભાઈ દાદભાઈના દીકરા મહાવીરભાઈ ખાચરના લગ્ન પીપળીયા ધાધલ ગામના વતની અને હાલ ચોટીલામાં રહેતા અનકુભાઈ દડુભાઈની દીકરી બા સાથે નક્કી થયા હતા.

મહાવીરભાઈએ પોતાની જાન બધાથી જુદી જ રીતે જોડવાનો નિર્ણય કર્યો અને રજવાડી ઠાઠ સાથે ઘોડા પર સવાર થઈને જાન જોડવાનું નકકી થયું. જે બાદ એક 100 જેટલા ઘોડે સવારો જાનમાં જોડાયા.

ખેરડીથી નીકળેલી જાન ચોટીલા પહોંચતા આકર્ષણનું કેન્દ્ર બની. રોડ પર એકસાથે 100 જેટલા અશ્વો પર પસાર થતાં જાનૈયાઓને જોઈને રોડ પરથી આવતા જતા લોકો પણ દંગ રહી ગયા અને જાડેરી જાન જોવા માટે થોડી વાર માટે ઊભા રહી ગયા. રજવાડી પોશાક સાથે ઘોડી પર સવાર વરરાજા મહાવીરભાી ખાચર પર જાનૈયાઓ રૂપિયાનો વરસાદ કરતા જતા હતા.
