ચોટીલાની એક ખેડૂત પુત્રીએ રાષ્ટ્ર કક્ષાએ મોટી સિદ્ધિ હાંસલ કરી છે. ચોટીલા તાલુકાના ચિરોડા ભાદર ગામમાં રહેતા ખેડૂત ભયાભાઈની પુત્રી કિંજલ ખોરાણીએ રાષ્ટ્રીય કક્ષાની ગ્રેપલિંગ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે.ઉત્તરાખંડના હરિદ્વારમાં રાષ્ટ્રીય ગ્રેપલિંગ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં 22 રાજ્યોના 2500 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ચોટીલાના ચિરોડા ભાદર ગામમાં રહેતી અને સાપરડા ખાતે બ્રહ્માનંદ વિદ્યાલયમાં અભ્યાસ કરતી કિંજલ ભયાભાઈ ખોરાણીએ પણ ભાગ લઈને ગોલ્ડ મેડલ મેળવ્યો છે. આ સાથે જ તેણે તેના પરિવાર સહિત સમગ્ર ચોટીલા વિસ્તાર નું નામ દેશભરમાં રોશન કર્યું છે.
