Homeગુજરાતચોટીલામાં એક પુરુષની હત્યાથી ચકચાર; કુટુંબીજનો દ્વારા જ ઉતારાયો મોતને ઘાટ

ચોટીલામાં એક પુરુષની હત્યાથી ચકચાર; કુટુંબીજનો દ્વારા જ ઉતારાયો મોતને ઘાટ

ચોટીલામાં ફરી એક વખત હત્યાનો બનાવ બનતા ચકચાર મચી ગઈ છે. ચોટીલાના પીપરાળી ગામમાં વિપુલભાઈ સાકરિયા નામના પુરુષની તીક્ષણ હથિયારના ઘા મારીને હત્યા કરવામાં આવી છે. સામે આવેલી વિગતો પ્રમાણે વિપુલભાઈના કુટુંબીજનો દ્વારા જ હત્યા નિપજાવવામાં આવી છે. ભાવેશભાઈ સાકરિયા અને તેમના પરિવારજનોએ આ હત્યા કરી હોવાનો મૃતકના ભાઈનો આરોપ છે. તેમનું કહેવું છે કે આરોપીઓએ અગાઉથી જ કાવતરું ઘડીને આ હત્યા કરી હોવાનું લાગી રહ્યું છે.

મળતી માહિતી પ્રમાણે વિપુલભાઈ સાકરિયાએ આરોપીઓના પક્ષની દીકરીની જાતીય સતામણી કરી હતી. જેના ગુનામાં તેમને 11 વર્ષની જેલની સજા પણ થઈ હતી. આશરે ત્રણેક મહિનાઓ પહેલાં તે જેલમાંથી છૂટીને બહાર આવ્યા હતા. જે બાદ આરોપીઓએ તક મળતાં તેમના પર હુમલો કરી તેમને મોતને ઘાટ ઉતારી નાખ્યા.

બીજી એક ચર્ચા એવી પણ છે કે મૃતક વિપુલભાઈને જેલમાંથી છૂટીને આવ્યા બાદ પણ પોતાના ગુનાનો કોઈ અફસોસ નહોતો અને તેઓ ફરી આરોપીઓના પક્ષની મહિલાની પજવણી કરવા લાગ્યા હતા. જેને લઈને આરોપીઓએ તેમને મોતને ઘાટ ઉતારી નાખ્યા. જો કે પોલીસે આ મામલે ગુનો નોંધીને આરોપીઓને પકડવા તજવીજ હાથ ધરી છે. આરોપીઓ પકડાયા બાદ હત્યાની સમગ્ર હકીકત સામે આવશે.

RELATED ARTICLES

Most Popular