Homeગુજરાતચોટીલા: અવાવરુ કૂવામાંથી મળી લાપતા પુરુષની લાશ; કોણે કરી હત્યા?

ચોટીલા: અવાવરુ કૂવામાંથી મળી લાપતા પુરુષની લાશ; કોણે કરી હત્યા?

ચોટીલા પંથકમાં વધુ એક હત્યાની ઘટના બનતા ચકચાર મચી ગઇ છે. અવાવરૂ જગ્યાએ કૂવામાંથી એક પુરુષની લાશ મળી આવી છે. ઓળખ કરવામાં આવતા આ લાશ નાની મોલડીમાં રહેતા ભુપતભાઈ ખાચરની હોવાનું જાણવા મળ્યું છે. મળતી માહિતી પ્રમાણે છેલ્લા ત્રણ દિવસથી ભૂપતભાઈ ખાચર લાપતા હતા. જે અંગે તના પરિવારજનોએ પોલીસ મથકે પણ  જાણ કરી હતી. 

બીજી તરફ અવાવરુ જગ્યાએ આવેલા એક કૂવામાં કોઈની લાશ તરતી હોવાની બાતમી મળતાં ચોટીલા પોલીસ તાબડતોબ સ્થળ પર પહોંચી ગઈ હતી. અને કૂવામાંથી ભુપતભાઈના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. ભૂપતભાઈના માથા પર ઈજાના નિશાન પણ જોવા મળ્યા છે. જેને લઈને માથામાં ઈજા પહોંચાડી ભૂપતભાઈની હત્યા કરવામાં આવી હોવાની આશંકા સેવાઈ રહી છે અને હત્યા કર્યા બાદ એ લાશ કૂવામાં ફેંકી દીધી હોવાનું જણાઈ આવે છે. ચોટીલા પોલીસે  લાશનો કબજો લઈને આ ઘટના અંગે ગુનો નોંધીહત્યારાઓની શોધખોળ હાથ ધરી છે.

આ પણ વાંચો – ઊઠમણું કરનાર સિદ્ધનાથ કોટેક્સના સંચાલકો સામે ફરિયાદ

ચોટીલામાં અવાવરુ કૂવામાંથી મળી લાપતા પુરુષની લાશ
ચોટીલામાં અવાવરુ કૂવામાંથી મળી લાપતા પુરુષની લાશ
RELATED ARTICLES

Most Popular