ચોટીલામાં ફરી એકવાર ફાયરિંગની ઘટના બનતા બનતા રહી ગઈ.
નવાગામની સીમ પાસે ઇલ્યાસ ઉર્ફે જોંગો નકુમ અને તેની સાથેના અન્ય ત્રણ ઈસમોએ મુબીન હમીરકા નામના યુવક અને તેના સાથી પર હુમલો કર્યો. જેમાં મુબિન અને તેના સાથીદારને ગંભીર ઈજા પહોંચી છે. ઇલ્યાસ અને મુબીન વચ્ચે અગાઉ કોઈ વાતને લઈને ઝઘડો થયો હતો જેની અદાવત રાખીને આ હુમલો કરવામાં આવ્યો હતો.
મુબીન અને તેનો સાથીદાર પીર વાળા દરગાહ પાસેથી બાઇક પર પસાર થઈ રહ્યા હતા એ દરમિયાન ઇલ્યાસ અને તેની સાથેના ત્રણ શખ્સોએ બંનેને અટકાવી ઝઘડો કર્યો અને ધોકા વડે હુમલો કર્યો જેમાં મુબીન અને તેના સાથીદારને ગંભીર ઈજા પહોંચી છે તથા મુબીનના હાથમાં ફ્રેક્ચર પણ થયું છે. આ દરમિયાન ઇલ્યાસે પોતાની પાસે રહેલી બંદૂક કાઢી તેમાંથી ફાયરિંગ કરવાની પણ કોશિશ કરી હતી પરંતુ ફાયરિંગ ન થતા મુબીને તેના હાથમાંથી બંદૂક ઝૂંટવીને ફેંકી દીધી હતી. જે બાદ આરોપીઓ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા સમગ્ર ઘટનાને લઈને મુબીને ઇલ્યાસ સહિતના ચારેય આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓને પકડવા તજવીજ શરૂ કરી છે.