Homeગુજરાતગૌ સેવાના લાભાર્થે નાઈટ ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન

ગૌ સેવાના લાભાર્થે નાઈટ ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન

ચોટીલાના નવા માર્કેટિંગ યાર્ડ ખાતે રાત્રી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. હરિમાધવ મિત્ર મંડળ દ્વારા ગૌ માતાના લાભાર્થે આ રાત્રિ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું છે. 18 મેના સાંજે સાડા સાત કલાકે શહેરના અગ્રણી વેપારીઓ અને રાજકીય અગ્રણીઓની ઉપસ્થિતિમાં દીપ પ્રગટાવીને ટુર્નામેન્ટ નો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો.

દીપ પ્રાગટ્ય સાથે ક્રિકેટ ટૂર્નામેન્ટનો પ્રારંભ

પ્રથમ દિવસે હજારો લોકો મેચ જોવા ઉમટ્યા હતા. આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં 62 જેટલી ટીમોએ નોંધણી કરાવી છે. ટીમ દીઠ 7 હજાર રૂપિયાની એન્ટ્રી ફી રાખવામાં આવી છે. ટુર્નામેન્ટ 16 દિવસ સુધી ચાલશે. ચાલુ મેચ દરમિયાન જકાભાઈ ખાચર અને તેમના મિત્રો દ્વારા ઝોળી ફેરવવામાં આવશે. ટીમોએ ફી માટે આપેલી રકમ તેમજ ઝોળીમાં આવેલી રકમ ગાયો ના ઘાસ ચારા માટે વાપરવામાં આવશે. 16 દિવસમાં 8 થી 9 લાખ રૂપિયા એકઠા થવાનું અનુમાન છે.

ચોટીલા શહેર તેમજ આસપાસના ગામ લોકોને મેચ જોવા આવવાનું જાહેર આમંત્રણ આયોજકો દ્વારા આપવામાં આવ્યું છે. ગૌંસેવાના લાભાર્થે આયોજિત ટુર્નામેન્ટની સફળતા માટે બલવીરભાઈ ખાચર, જકાભાઈ ખાચર તેમજ હરિમાધવ ગ્રુપના સભ્યો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે.

RELATED ARTICLES

Most Popular