Homeગુજરાતચોટીલાઃ વીજપોલ ધરાશાયી થતાં ત્રણ મજૂરોને ઈજા

ચોટીલાઃ વીજપોલ ધરાશાયી થતાં ત્રણ મજૂરોને ઈજા

ચોટીલાના પીપરાળી ગામે રીપેરિંગ દરમિયાન વીજ પોલ ધરાશાયી થતાં ત્રણ કારીગરોને ગંભીર ઈજા પહોંચી છે. વરસાદને લઈને ખેતરોમાં લાઈટો બંધ.થઈ ગઈ હતી. જેને લઇને જીઈબીના કારીગરો રિપેરિંગ કરવા વીજ પોલ પર ચડ્યા હતા. પરંતુ વરસાદના પાણીને કારણે જમીન પોચી પડી ગઈ હોવાથી વીજ પોલ ધડાધડ ધરાશાયી થવા લાગ્યા. ત્રણ કારીગરો પણ વીજ પોલ સાથે નીચે પડતાં તેમને ઈજા પહોંચી છે.

ઘટના અંગે જાણ થતાં આસપાસના ખેડૂતો ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા અને ઇજાગ્રસ્ત કારીગરોને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. ખેડૂતોનું કહેવું છે કે હજુ પણ અનેક વીજ પોલ ધરાશાયી થઈ શકે છે. વીજપોલ થી તેમને દૂર ચાલવું પડે છે. વીજ વિભાગ દ્વારા તાત્કાલિક ધરાશાયી થઈ શકે તેવા વીજપોલ ખાડો ખોદીને વ્યવસ્થિત રીતે લગાવવામાં આવે તેવી તેમની માંગ છે.

RELATED ARTICLES

Most Popular