ભર ઉનાળે ચોટીલા તાલુકાના વાતાવરણમાં આવેલા પલટા બાદ ઓચિંતી ત્રાટકેલી વીજળીએ ત્રણનો ભોગ લીધો છે. ચોટીલા તાલુકાના મોકાસર ગામમાં વીજળી દે પડતાં 18 વર્ષની યુવતીનું મૃત્યુ થયું છે. જ્યારે ખેરાણા ગામમાં વીજળી પડતાં બે બળદના મોત થયા છે.
ચોટીલા તાલુકાના મોકાસર ગામના ખેતરમાં આશા વાસાણી નામની યુવતી કામ કરી રહી હતી, દરમિયાન બપોરના સમયે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો, ભારે પવન ફૂંકાવા લાગ્યો. અને અચાનક વીજળી પડતાં આશા વાસાણી નામની યુવતીનું મૃત્યુ થયું. જેને લઇને તેમના પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. આ તરફ ખેરાણા ગામે પણ વીજળી પડતાં ગોવિંદભાઇ બે બળદોના પણ મોત નિપજ્યા હતા.