એક બાજુ ગુજરાતમાં ચાંદીપુરા વાયરસથી બાળકો મોતને ભેટી રહ્યા છે. ચાલુ વર્ષે અત્યાર સુધીમાં ચાંદીપુરા વાયરસનાં 150થી વધુ કેસ નોંધાયા છે અને 54થી વધુ બાળકોના ચંદીપુરા વાયરસથી મૃત્યુ થયા છે. અનેક ગામોમાં તંત્ર દ્વારા દવાનો છંટ કાવ કરવામાં આવી રહ્યો છે અને ચોખ્ખાઈ રાખવાનું કહેવામાં આવી રહ્યું છે. પરંતુ ચોટીલા તાલુકાના રૂપાવટી રાજાવાડ ગામની આંગણવાડીમાં જ ચોખ્ખાઈ ન હોવાનું સામે આવ્યું છે. જેને લઈને એક નાગરિકે આંગણવાડીનો વીડિયો બનાવી વાયરલ કર્યો છે.

આંગણવાડીનું મકાન અને જમીન જાણે પડતર જમીન હોય તેવું લાગી રહ્યું છે. જો આંગણવાડીની સ્થિતિ આવી જ રહેશે તો અહી આવતા બાળકોના બીમાર થવાની પૂરેપૂરી સંભાવના છે. આની પાછળ આંગણવાડી કાર્યકરોની બેદરકારીથી હોવાનું લોકોનું કહેવું છે. માત્ર રૂપાવટી ગામ જ નહિ પણ તાલુકાના અનેક ગામોમાં આંગણવાડી કાર્યકરો ફરજ દરમિયાન સતત મોબાઇલમાં વ્યસ્ત રહેતા હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. જે અંગે ઉચ્ચ અધિકારી દ્વારા તપાસ કરીને પગલાં લેવાવા જોઈએ તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે.
