Homeગુજરાતવિનાશ કાલે વિપરીત બુદ્ધિ; વિદ્યાર્થીઓના ટીશર્ટ મુદ્દે કોંગ્રેસના નેતાઓ સામે કરાયેલા કેસ...

વિનાશ કાલે વિપરીત બુદ્ધિ; વિદ્યાર્થીઓના ટીશર્ટ મુદ્દે કોંગ્રેસના નેતાઓ સામે કરાયેલા કેસ મામલે ભાજપ સરકાર પર શકિતસિંહ ગોહિલના આકરા પ્રહાર

ચોટીલામાં તિરંગા રેલીમાં વિદ્યાર્થીઓએ પહેરેલી વીર સાવરકરની છાપ વાળી ટીશર્ટ ઉતરાવ્યા બાદ કોંગ્રેસના નેતાઓ સામે થયેલા કેસ મામલે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે આકરી પ્રતિક્રિયા આપી છે. સ્વતંત્રતા પર્વ પર પ્રેસ કોન્ફરન્સ સંબોધતા શક્તિસિંહ ગોહિલે કહ્યું કે ગાંધીજી, જવાહરલાલ નહેરુ, મૌલાના અબ્દુલ કલામ આઝાદ, સરદાર વલ્લભભાઈ પટેલ, બાબા સાહેબ આંબેડકર,  અબ્દુલ કલામ આઝાદ, ચંદ્રશેખર આઝાદ, સુભાષચંદ્ર બોઝ – આપણા આ પૂર્વજોએ આઝાદીની લડાઈમાં યોગદાન આપ્યું છે તેમનો ઈતિહાસ લખાયેલો છે. પરંતુ ભાજપ દ્વારા ઈતિહાસમાં છેડછાડ કરવામાં આવી રહી છે.

બાળકોએ પહેરેલી વીરસાવરકરની છાપ વાળી ટીશર્ટ ઉતરાવાઈ
બાળકોએ પહેરેલી વીરસાવરકરની છાપ વાળી ટીશર્ટ ઉતરાવાઈ

ભાજપ દ્વારા પોતાના પક્ષની વિચારધાર વાળા વીર સાવરકરની છાપ વાળી ટીશર્ટ  આપીને બાળકોને તિરંગા રેલીમાં સામેલ કરવામાં આવ્યા હતા. જે જરા પણ ઉચિત નહોતું. આ દ્રશ્યો જોતા કોંગ્રેસના નેતાઓએ વાંધો ઉઠાવ્યો હતો. અને આઝાદીની લડતમાં યોગદાન આપનારા નાયકોની ટીશર્ટ પહેરાવવી સાચો ઈતિહાસ ભણાવવો જોઈએ એવી વાત કરી હતી. પરંતુ તેમની સામે કેસ કરીને ભાજપ દ્વારા સત્તાનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો હોવાનો શક્તિસિંહ ગોહિલે આક્ષેપ કર્યો છે. તેમણે કહ્યું કે કોંગ્રેસના નેતાઓ જેલમાં જવાથી પણ નહીં ડરે.

RELATED ARTICLES

Most Popular