Homeગુજરાતધોરણ-12 પાસ યુવાનો માટે સરકારી નોકરીની તક; ગૌણ સેવા પસંદગી મંડળે બહાર...

ધોરણ-12 પાસ યુવાનો માટે સરકારી નોકરીની તક; ગૌણ સેવા પસંદગી મંડળે બહાર પાડી ભરતી

ધોરણ-12 સુધીનો અભ્યાસ કરી ચૂકેલા અને સરકારી નોકરી ઈચ્છતા યુવાનો માટે મહત્વના સમાચાર છે.ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે ભરતી અભિયાન હાથ ધર્યું છે. જે અંતર્ગત વર્ગ-3માં ભરતી બહાર પાડવામાં આવી છે. વર્ગ-3માં ફાયરમેન અને ડ્રાઈવરની 117 જેટલી જગ્યા માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જેમાં અરજી કરવા ઈચ્છતા ઉમેદવારો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSB)ની સત્તાવાર વેબસાઈટ www.gsssb.gujarat.gov.in પર જઈને અથવા આ લિંક – https://ojas.gujarat.gov.in/AdvtList.aspx?type=lCxUjNjnTp8%3d પર જઈને ઓનલાઈન અરજી કરી શકશે.


આ લિંક પર જઈને તમારે જાહેરાતમાં GSSSB નું ઓપ્શન પસંદ કરવાનું રહેશે અને પછી એપ્લાય પર ક્લિક કરી ફોર્મ ભરવાનું રહેશે. આ ભરતી માટે વયમર્યાદા 18થી 33 વર્ષની રાખવામાં આવી છે. ગાંધીનગર મહાનગર પાલિકા અંતર્ગત 3 વર્ષ માટે અને રાજ્યના અગ્નિ નિવારણ સેવાઓના વિભાગ ગાંધીનગરમાં 5 વર્ષ માટે કરાક આધારિત જગ્યા માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે. ધોરણ-12 પાસ કે તેની સમકક્ષ શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવાર તેમજ રાજ્ય અથવા કેન્દ્ર સરકાર અથવા તો આઈટીઆઈમાંથી ફાયરમેનના 6 મહિનાના કોર્સનું અથવા ડ્રાઈવર કમ પંપ ઓપરેટરના અભ્યાસક્રમનું પ્રમાણપત્ર ધરાવતો હોવો જોઈએ. 31 ઓગસ્ટ 2024 સુધીમાં ઉમેદવાર આ જગ્યા માટે અરજી કરી શકશે.

RELATED ARTICLES

Most Popular