Homeગુજરાતગૃહમંત્રી હર્ષ સંઘવીને જિજ્ઞેશ મેવાણીનો ખુલ્લો પડકાર; 'સાવરકરના માફીનામાનો અભ્યાસ કરો પછી...

ગૃહમંત્રી હર્ષ સંઘવીને જિજ્ઞેશ મેવાણીનો ખુલ્લો પડકાર; ‘સાવરકરના માફીનામાનો અભ્યાસ કરો પછી કહો ત્યાં ચર્ચા કરવા તૈયાર’

ચોટીલાના સાંગાણીની શાળાના વિદ્યાર્થીઓના કેસરી ટીશર્ટનો મુદ્દો વધુને વધુ રાજકીય બની રહ્યો છે.  કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પણ આ મામલે ભાજપ સરકાર પર સત્તાનો દુરુપયોગ કરવાના આક્ષેપ કર્યા છે. ત્યારે હવે જિજ્ઞેશ મેવાણીએ આ મામલે ગૃહમંત્રી હર્ષ સંઘવીને ખુલ્લો પડકાર ફેંક્યો છે. તેમણે કહ્યું કે ભારત સરકારના સંગ્રહાલયમાં વીર સાવરકરના માફીનામા પડ્યા છે. ગુજરાત સરકાર એ માફીનામાની નકલ મંગાવીને તેનો અભ્યાસ કરે અને ત્યાર બાદ આ મામલે ગૃહમંત્રી કહે ત્યાં તેઓ ચર્ચા કરવા તૈયાર છે.

મહત્વનું છે કે મોરબીથી નીકળેલી કોંગ્રેસની ન્યાય યાત્રા સાથે ધીમે ધીમે આગળ વધી રહી છે. શુક્રવારે ન્યાયયાત્રા સુરેન્દ્રનગર શહેરમાં પહોંચી હતી. આ દરમિયાન પ્રદેશ કોંગ્રેસના આગેવાન સચિન રાવ, સાંસદ ગેનીબેન ઠાકોર, ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. રાજકોટ બાયપાસ રોડ પર આવેલા ત્રિમંદિરથી ન્યાય યાત્રા શહેરના ટાવર ચોક પહોંચી હતી. દરમિયાન ન્યાયયાત્રાના આગેવાનોએ મુસ્લિમ ધર્મગુરુ સાથે મુલાકાત કરી હતી. પતરાવાળી ચોકમાં માલધારી રાસ મંડળી દ્વારા અલગ અંદાજમાં ન્યાયયાત્રાનું સ્વાગત કરવામા આવ્યું હતું. ત્યાર બાદ આંબેડકર ચોકમાં ખાસ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતું.

આ દરમિયાન ન્યાય યાત્રામાં હાજર રહેલા કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરે જણાવ્યું કે ગુજરાતમાં હરણી કાંડ, મોરબી કાંડ, રાજકોટ અગ્નિ કાંડ જેવી અનેક દુર્ઘટનાઓ રાજ્ય સરકારની નિષ્કાળજીને કારણે બની છે. આ દુર્ઘટનાના પીડિત પરિવારોને ન્યાય મળે તે માટે કોંગ્રેસ દ્વારા ન્યાય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.  તેમણે કહ્યું કે ગુજરાતમાં અત્યારે બેરોજગારી, કાયમી નોકરી, પેપર ફૂટવાનો મામલો વગેરે જેવા અનેક પ્રશ્નો છે. કાયદો -વ્યવસ્થા, મહિલાઓની સુરક્ષા આ તમામ બાબતોમાં વહીવટી વિભાગ દ્વારા અન્યાય થઇ રહ્યો છે, એ માટે કોંગ્રેસ દ્વારા લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે અને તેમને ન્યાય મળે તેવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. લોકોના જે પ્રશ્નો કેન્દ્રને લગતા હોય તે તેઓ સાંસદમાં ઊઠાવશે અને રાજ્યને લગતા જે પ્રશ્નો હોય તે વિધાનસભામાં વિપક્ષ નેતા દ્વારા ઊઠાવવામાં આવશે.

તો વીર સાવરકરની છાપ વાળી ટીશર્ટના વિવાદ અને કોંગ્રેસના નેતાઓ સામે ફરિયાદ મુદ્દે ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ ગૃહમંત્રીને ખુલ્લી ચર્ચા કરવાનો પડકાર ફેંક્યો છે.

RELATED ARTICLES

Most Popular