ગુજરાતમાં આ વર્ષે ચોમાસું સમયસર આવી રહ્યું છે. જૂનના પહેલા 15 દિવસ હળવો વરસાદ પડવાની સંભાવના છે. જ્યારે 22 જૂને ભારે વરસાદ અને 23-24 તથા 27થી 30 જૂન ગાજવીજ સાથે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગના ડાયરેક્ટરે જણાવ્યું કે દક્ષિણ ભારતમાં સર્જાયેલી સિસ્ટમને કારણે વરસાદનું આગમન 15 જૂન કરતાં વહેલા થવાનું હતું. જો કે એ સિસ્ટમની ગતિ ધીમી પડી ગઈ છે. મહારાષ્ટ્ર આસપાસ જે સાઇક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય હતી એ પણ ધીમી પડી ગઈ છે. જેને કારણે ગુજરાતમાં વરસાદનું આગમન સમયસર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. એટલે કે 15 જૂન આસપાસ જ ગુજરાતમાં ચોમસું બેસશે.