Homeગુજરાતગુજરાતમાં આકરી ગરમી વચ્ચે અનેક જગ્યાએ માવઠું; જગતનો તાત મૂંઝવણમાં

ગુજરાતમાં આકરી ગરમી વચ્ચે અનેક જગ્યાએ માવઠું; જગતનો તાત મૂંઝવણમાં

આકરી ગરમી વચ્ચે ગુજરાતમાં દક્ષિણ ગુજરાતમાં માવઠું પડ્યું છે. જેને લઈને ખેતરોમાં ઊભા પાકને નુકસાન થવાની ભીતિ છે. મૌસમ વિભાગે વિભાગે ગુજરાતમાં 5 દિવસ 42 ડિગ્રી તાપમાન રહેશે તેવી આગાહી કરી હતી. જે આગાહી વચ્ચે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ધીમી ધારે વરસાદ પડ્યો. જેને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી જતાં લોકોને ગરમીથી રાહત મળી છે. પરંતુ કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતા પ્રસરી ગઈ છે.

વડોદરામાં પણ વરસાદ

આ તરફ વડોદરામાં પણ ભારે ગરમી અને બફારાને કારણે લોકો પરેશાન થઈ ગયા હતા. જો કે વડોદરાના કેટલાક વિસ્તારોમાં માવઠું પડતાં વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ છે. જેમાં સરદાર એસ્ટેટ, ન્યૂ વીઆઈપી રોડ, આજવા રોડ સહિતના વિસ્તારોમાં ઝાપટા પડ્યા. ઝાપટાને કારણે તાપમાનમાં ઘટાડો થયો છે. જો કે આ માવઠાને કારણે કૃષિ પાકમાં નુકસાન જાય તેવો ડર ખેડૂતોને સતાવી રહ્યો છે.

નવસારીમાં પાટીલની રેલી દરમિયાન માવઠું

નવસારીના બિલીમોરામાં પણ માવઠું પડ્યું. બિલીમોરામાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની રેલી યોજવામાં આવી હતી. જે બાઈક રેલીમાં 200થી વધુ યુવાનો જોડાયા હતા. આ બાઈક રેલી દરમિયાન માવઠું પડતાં રેલીમાં જોડાયેલા યુવાનો ભીંજાઈ ગયા હતા.

ભાવનગરમાં ધીમો વરસાદ

આ બાજુ ભાવનગરના વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો. ભાવનગરના મસ્તરામબાપા મંદિર, ચિત્રા યાર્ડ, આખલોલ જગાતનાકા, નારી ચોકડી, વરતેજ સહિતના વિસ્તારોમાં સવારે ધીમો વરસાદ પડ્યો હતો.

RELATED ARTICLES

Most Popular