Homeદેશપ્રયાગરાજના મહાકુંભમાં નાસભાગ; 10થી વધુ લોકોના કરુણ મોત

પ્રયાગરાજના મહાકુંભમાં નાસભાગ; 10થી વધુ લોકોના કરુણ મોત

મૌની અમાસના દિવસે પ્રયાગરાજમાં સંગમ કિનારે મોટી દુર્ઘટના સર્જાઈ..મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડતાં સંગમ કિનારે નાસભાગ મચી ગઈ..જેમાં 10થી વધુ લોકોના મોત થયાના અહેવાલ છે. જ્યારે 50થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. સામે આવેલી વિગતો પ્રમાણે 13થી વધુ લોકોના મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ લઈ જવાયા. નાસભાગમાં કેટલા લોકોના મોત થયા તે અંગેની નિશ્ચિત સંખ્યા સ્થાનિક પ્રશાસન દ્વારા હજુ સુધી આપવામાં આવી નથી. મૃત્યુ આંક વધે તેવી પણ શક્યતા છે.

નાસભાગ પછી વહીવટીતંત્રની વિનંતી પર તમામ 13 અખાડાઓએ આજે ​​મૌની અમાવસ્યાનું અમૃત સ્નાન રદ કર્યું હતું. આ પછી અખાડાઓએ બેઠક યોજી હતી. નક્કી થયું કે તેઓ 10 વાગ્યા પછી અમૃત સ્નાન કરશે. પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહે ફોન પર સીએમ યોગી પાસેથી ઘટનાની માહિતી લીધી હતી. હવે અધિકારીઓ હેલિકોપ્ટરથી મહાકુંભ પર નજર રાખી રહ્યા છે.


સામે આવેલી વિગત પ્રમાણે એક અફવાને કારણે સંગમ પર નાસભાગ મચી ગઈ. કેટલીક મહિલાઓ જમીન પર પડી અને લોકો તેમને કચડીને દોડવા લાગ્યા. અકસ્માત બાદ 70થી વધુ એમ્બ્યુલન્સ સંગમ કિનારે પહોંચી ગઈ અને ઈજાગ્રસ્તોને હોસ્પિટલ લઈ જવાયા. જે પૈકી 20થી વધુ લોકોના મોત નિપજ્યા.


એક મહિલાએ કહ્યું કે પહેલાં બધાને ત્રિવેણી સંગમ તરફ જતા રોકવામાં આવ્યા હતા. જેને લઈને મોટી સંખ્યામાં લોકોની ભીડ જમા થઈ ગઈ હતી. પછી અચાનક સંગમ તરફ જતો રસ્તો ખુલ્લો કરી દેવાતા પાછળથી ધક્કામૂકી થઈ હતી. જેને કારણે કેટલાક લોકો નીચે પડી ગયા.


અન્ય એક મહિલાએ જણાવ્યું કે પોલીસને મદદ માટે બોલાવવામાં આવી. પરંતુ કોઈ ન આવ્યું. અને મદદ મળવામાં ઘણું મોડું થઈ ગયું. નાસભાગમાં 100 જેટલી મહિલાઓ ફસાઈ ગઈ હોવાનું તેણે જણાવ્યું.
અકસ્માત બાદ NSG કમાન્ડોને સંગમ કિનારે તહેનાત કરવામાં આવ્યા. પ્રયાગરાજમાં ભીડ વધુ થાય તે માટે, શ્રદ્ધાળુઓને રોકવામાં આવી રહ્યા છે. પ્રયાગરાજ શહેરની સરહદે આવેલા તમામ જિલ્લાઓમાં અધિકારીઓને સતર્ક કરવામાં આવ્યા છે. દુર્ઘટના અંગે વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મૂએ દુ:ખ વ્યક્ત કર્યું છે.

RELATED ARTICLES

Most Popular