Homeગુજરાતચોટીલાના 20થી વધુ ગામોમાં પીવાના પાણીની સમસ્યા; મોટી સંખ્યામાં લોકોએ પ્રાંત અધિકારીને...

ચોટીલાના 20થી વધુ ગામોમાં પીવાના પાણીની સમસ્યા; મોટી સંખ્યામાં લોકોએ પ્રાંત અધિકારીને કરી રજૂઆત

નલ સે જલ યોજનાના ગાણાં ગાઈ ગાઈને સરકાર દ્વારા ઘરે ઘરે નળ પહોંચ્યાની વાતો કરવામાં આવે છે પરંતુ આઝાદીના 75 વર્ષ પછી પણ દેશમાં હજુ પણ ઘણા એવા સ્થળો છે જ્યાં પીવાનું પાણી પહોંચાડવામાં સરકાર નિષ્ફળ રહી છે. ગુજરાતમાં 25 જેટલા વર્ષોથી ભાજપનું શાસન છે અને વિકાસની વાત કરવાના નામે લોકો પાસે મત માગવામાં આવે છે. પરંતુ સુરેન્દ્રનગરના ચોટીલા તાલુકામાં આજે પણ ઢોકળવા ગામ સહિતના ઘણા ગામોમાં પીવાનું પાણી નથી પહોંચી રહ્યું. જેને લઈને ઉનાળામાં લોકોને હાલાકી ભોગવવી પડે છે. ત્યારે રોષે ભરાયેલા લોકો પ્રાંત અધિકારીની કચેરીએ રજૂઆત કરવા પહોંચ્યા હતા. જેમાં મહિલાઓ ખાલી માટલા અને બેડા લઈને રજૂઆત કરવા પહોંચી હતી. AAPના નેતા રાજુ કરપડા સાથે મોટી સંખ્યામાં લોકોએ પ્રાંત અધિકારીને રજૂઆત કરી હતી.

ખાલી માટલા લઈને મહિલાઓ પહોંચી પ્રાંત અધિકારીની કચેરીએ
ખાલી માટલા લઈને મહિલાઓ પહોંચી પ્રાંત અધિકારીની કચેરીએ

લોકોની રજૂઆત સાંભળ્યા બાદ પ્રાંત અધિકારીએ ગામડાઓમાં વધારાના ટેન્કર ચાલુ કરવાની ખાતરી આપી છે. તેમજ ઢોકળવા ગામમાં ડેપ્યુટી કલેક્ટર જાતે તેમની ટીમ સાથે સ્થળ તપાસ કરશે. લોકોનું માનીએ તો થાનગઢ અને ચોટીલાને પૂરું પાડતા પમ્પિંગ સ્ટેશનમાં ચોખ્ખા પાણીના પંપ બે વર્ષથી બંધ હાલતમાં છે. તેથી લોકોને શુદ્ધ પાણી નથી મળતું. પાણીમાં ક્લોરિનેશન પણ નથી થતું. પાણીની સમસ્યાનો બે દિવસમાં જો ઉકેલ નહીં આવે તો ગાંધીચીંધ્યા માર્ગે આંદોલન કરવાની રાજુ કરપડાએ ચીમકી ઉચ્ચારી છે.

RELATED ARTICLES

Most Popular